મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમ દ્વારા ઉજવણી
મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર
SHARE








મોરબી શહેરની મોટાભાગની સમસ્યાઓ 8થી 10 દિવસમાં થઈ જશે શૂન્ય, 6 મહિના પછી દેખાશે મહપાલિકાનો વિકાસ: ધારાસભ્ય-કલેકટર
મોરબીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદના લીધે ઉભી થયેલી પરિસ્થિતિ અને લોકોએ કરેલા આંદોલન બાદ તંત્ર દ્વારા શું કામગીરી કરવામાં આવી છે તેની સમીક્ષા કરવા માટે તેને આજે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કલેકટર કચેરી ખાતે બેઠક મળી હતી જેમાં નજીકના આઠથી દસ દિવસોમાં મોટાભાગની લોકોના રોડ રસ્તા લાઈટ પાણી ગટરને લગતી સમસ્યાઓ ઉકેલાઈ જાય તેના માટેનું આયોજન કરવામાં આવ્યું છે તેવું ધારાસભ્ય અને કલેકટરે કહ્યું હતું.
મોરબીમાં એક બે નહીં પરંતુ પાંચ દિવસથી સતત જુદા જુદા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા માટે સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યા છે અને તેમાં લોકો દ્વારા લાઈટ, પાણી, રોડ રસ્તા અને વરસાદી પાણીનો નિકાલ આવી જ સમસ્યાઓને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવતા હતા જેથી કરીને આજે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાજ્ય સભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ કલેકટર, કમિશનર સહિતના અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ હજુ વોર્ડ રચના કરવામાં આવી નથી પરંતુ કામની વહેંચણી કરવા માટે થઈને હાલમાં મહાપાલિકાના કમિશનર અને તેની ટીમ દ્વારા કુલ 11 વોર્ડ બનાવવા માંગે છે અને તે 11 વોર્ડની અંદર ચોક્કસ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે અને લોકોની સમસ્યાનો ઝડપથી નિકાલ થાય તેના માટેની વ્યવસ્થા હાલ પૂરતી ઊભી કરવામાં આવી છે જોકે, ટાંચા સાધનો વચ્ચે લોકોની તમામ અપેક્ષાઓ પૂરી કરવી હાલમાં શક્ય નથી.
પરંતુ લોકોને સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે ગટર સફાઈ સહિતના કામ માટે નવા વાહનોની ખરીદી સહિતની બાબતોની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી અને બેઠકના અંતે કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે જુદા જુદા વિસ્તારમાંથી જે સમસ્યાઓ આવે તેનો સમયસર નિકાલ થાય તેના માટે અધિકારીઓ અને માજી સભ્યો તથા સંગઠનના લોકોની ચોક્કસ ટીમ રહેશે અને આઠથી દસ દિવસની અંદર મોરબીમાં મોટા ભાગની સમસ્યા ઉપર પૂર્ણ વિરામ મુકાઈ જાય તે પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે.
જ્યારે કલેક્ટર કે.બી ઝવેરીએ કહ્યું હતું કે છેલ્લા દિવસોમાં રસ્તામાં પડેલા ખાડા બુરવા થી લઈને સ્ટ્રીટ લાઇટો, સ્વચ્છતા વિગેરેનો જે કોઈ પ્રશ્નો હતા તેને ઉકેલવા માટેની કામગીરી તંત્ર દ્વારા કરવામાં જ આવે છે અને લોકોને પણ થોડો સંયમ રાખવા માટે અપીલ કરી હતી અને કહ્યું હતું કે છ મહિના પછી મોરબીમાં તમને પણ સારી કામગીરી થતી હોય અને જે નવી મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે તેમાં સૌથી સારી કામગીરી થતી હોય તેવી અનુભૂતિ થશે તેવી ખાતરી કલેકટરે આપી હતી
મોરબી પાલિકાના માજી સભ્યો-સંગઠનના આગેવાનો સાથે પણ કરી ચર્ચા
મોરબીમાં પાલિકા મહાપાલિકા બન્યા બાદ જે આધિકારીઓને મૂકવામાં આવ્યા છે તેઓ દ્વારા આગેવાનોની રજૂઆતોને સાંભળવામાં આવતી નથી જે કામ કરવામાં આવે તે કરવામાં આવતા નથી તે સહિતના પ્રશ્નો હતા જેથી કલેક્ટર અને કમિશનરની હાજરીમાં ધારાસભ્યએ સંગઠના હોદેદારો, આગેવાનો અને માજી સભ્યોને બોલાવવામાં આવ્યા હતા અને અધિકારીની ટીમની સાથે માજી સભ્યો સહિતના ભાજપના આગેવાનો રહે અને લોકોના પ્રશ્નો તાકીદે ઉકેલાઈ તેના માટેનું ચર્ચા કરીને આયોજન કરવામાં આવ્યું હતું.
