મોરબીની પીએમશ્રી તાલુકા શાળા તેમજ નાની-મોટીબરાર પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કિલ મેળા યોજાયા
મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ
SHARE








મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ
મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામે ગુજરાત ગેસ દ્વારા રોડ તોડીને ગેસની લાઇનનું કામ કરવામાં આવ્યું હતું અને ગુજરાત ગેસની લાઈન નાંખવામાં આવી ત્યારે રોડ તોડવામાં આવ્યો હતો અને રોડ તોડવાના લીધે ત્યાં યોગ્ય બુરાણ કરવામાં આવ્યું ન હોય અને વ્યવસ્થિત રીતે રોડનું પેચવર્ક કરીને તેના ઉપર સીસી કરવામાં ન આવેલ હોવાના લીધે રોડ તૂટી ગયો છે.ટીંબડી ગામે એક ટ્રેક્ટર બેલા ભરીને જતું હતું ત્યારે ગુજરાત ગેસ દ્વારા કરવામાં આવેલ ગેસ લાઇનની કામગીરી બાદ રોડ રીપેરીંગની યોગ્ય કામગીરી કરવામાં આવી ન હોય અને ગેસની લાઈન નાખ્યા બાદ રોડ તોડ્યો હોય તેમજ રોડ તોડ્યા બાદ તે રોડને બરોબર રીપેર કર્યો ન હોય તેમાં માટી બુરાણ નાંખીને સીસી કામ પણ કરવામાં આવ્યુ ન હોય હાલમાં મોરબીના ટીંબડી ગામના ગ્રામ પંચાયતના સરપંચ સરોજબેન વડસોલા દ્વારા ગુજરાત ગેસ કંપનીને પત્ર લખીને તેઓ દ્વારા ગેસ લાઇનની કામગીરી માટે રોડ તોડયા બાદ યોગ્ય રીતે રોડ બનાવવામાં આવ્યો ન હોય રોડનું પેચવર્ક કરીને યોગ્ય રીતે રોડનું સમારકામ કરવામાં આવે તેમ તાકીદ કરવામાં આવેલ છે.જો દરેક ગામના સરપંચો અને તલાટી આટલુ ધ્યાન રાખે તો તેઓના ગામના ચોક્કસ વિકાસ થાય તે રીતે જ મહાપાલિકામાં પણ લોકો પોતાના ઘર કે દુકાન પાસે મનફાવે તેમ મજુરી લીધા વદર જ ગેસ, પાણી કે ભુગર્ભની લાઇન માટે તંત્રએ બનાવેલા રોડ વારંવાર તોડી નાખે છે અને બાદમાં ત્યાં યોગ્ય કામ કરવામાં આવતું નથી અને નવા બનેલા રોડ તૂટી ગયેલા જોવા મળે છે તો આ મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળી જાય આ માટે સ્થાનીક આગેવાનો અને અધિકારીઓએ સતર્કતા રાખવી જરૂરી છે
