મોરબીના ટીંબડી ગામે ગુજરાત ગેસે તોડેલ રોડને લઈને રોડ બનાવવા સરપંચ દ્વારા કરાઇ તાકીદ
મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે
SHARE








મોરબીમાં જાગરણની રાતે મહીલા સલામતી માટે આખી રાત હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહિલા સમિતી-મોરબી જીલ્લા તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે હેલ્પ સેન્ટર કાર્યરત રહેશે.
જયા-પાર્વતી વ્રતના જાગરણ નિમિતે બહેનોની સલામતી માટે મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મહિલા સમિતી તથા ઓજસ્વીની સમિતી-મોરબી જીલ્લા દ્વારા આખી રાત દરમિયાન હેલ્પ સેન્ટર શહેરના જલારામ ધામ-અયોધ્યાપુરી રોડ ખાતે કાર્યરત રહેશે.કોઈપણ પ્રકારની પજવણી અંગે ફરિયાદ કરવા માટે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાના મહિલા સમિતીના અધ્યક્ષા ભારતીબેન રામાવત મો.૯૦૮૧૪ ૨૫૧૦૮ તથા ઓજસ્વીની સમિતી મોરબી જીલ્લાના અધ્યક્ષા તેજસ્વીતાબેન વાઢારા મો.૭૮૦૨૯ ૨૮૨૮૮ નો સંપર્ક કરવા સંસ્થાએ યાદીમાં જણાવ્યુ છે.
