મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં પ્રસાદ યોજીને વિઠ્ઠલભાઈ રાદડીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા આગેવાનો માળીયા (મી)ના તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયાને જિલ્લા વિકાસ અધિકારીએ ફટકારી કારણદર્શક નોટિસ મોરબી જિલ્લામાં કિચન ગાર્ડન બનાવવું હોય તો બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક કરો  લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટનું કર્યું વિતરણ મોરબીના જાંબુડીયા ગામ પાસે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત મોરબી જીલ્લામાં વાહન ચેકિંગ ડ્રાઇવ દરમ્યાન ૧૬૭ કારમાંથી કાળા કાચા હટાવ્યા: ૫.૯૨ લાખનો દંડ વાંકાનેર તાલુકા-સીટી પોલીસે પકડેલ ૩૨,૧૯૫ બોટલ દારૂ ઉપર રોડ રોલર ફેરવી દીધું: ૧.૪૩ કરોડના દારૂનો નાશ કર્યો મોરબીના સાપર-ગાળા વચ્ચે બાઈક સ્લીપ થઈ રોડ નીચે ઉતરી જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો


SHARE















મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધાયેલ અપહરણના ગુનામાં ભોગ બનનાર તથા આરોપી રાજસ્થાન હોવાની બાતમી મળી હતી.જે આધારે ત્યાંથી આરોપીને પકડવામાં આવેલ છે અને સગીરાને શોધી કાઢી તેના પરિવાર સુધી પહોંચાડવા તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે.

રાજકોટ રેન્જમાં ગુમ થયેલા અને અપહરણ થયેલાઓને શોધી કાઢવા સૂચના આપવામાં આવી હોય રેન્જ આઇજી અશોકકુમાર યાદવની સૂચનાને પગલે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ નીચેના સ્ટાફને સુચીત કર્યા હતા.દરમ્યાનમાં એએચટીયુ શાખાના પીઆઈ એમ.બી.મિસ્ત્રી તથા સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા.દરમ્યાન સ્ટાફના નંદલાલ વરમોરાને ખાનગી રાહે બાતમી મળી હતી કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણના ગુનાનો  આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી રહે.મુળ બાન્ડાહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર મધ્યપ્રદેશ કેજે ફરીયાદીની સગીર વયની દિકરીને મોરબીના જેતપર રોજ પાવડીયાળી કેનાલ પાસે આવેલ સીરામીક કારખાનામાંથી અપહરણ કરી ગયેલ છે તે આરોપી મુકેશકુમાર કાલુરામ સુર્યવંશી (ઉ.વ.૨૩) રહે.મુળ બાન્ડાહેડી ગામ તા.મોહનબડોદીયા જી.સાજાપુર મધ્યપ્રદેશ તથા ભોગ બનનાર રાજસ્થાનના કોટા જીલ્લાના રામગંજમંડી નિનામાં રોડ માયલા ગામે છે.તેથી તે જગ્યાએથી બંને શોધીને તાલુકા પોલીસ હવાલે કરાયા હતા.આ કામગીરી એએચટીયુ શાખાના પીઆઈ એમ.બી.મિસ્ત્રી, પીએસઆઇ એચ.એસ.તિવારી તથા એએચટીયુ ટીમના ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, બકુલભાઇ કાસુન્દ્રા તથા અરવિંદસિંહ પરમાર, દ્વારા કરવામાં આવી હતી.

ફાંસો ખાતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ઉમા ટાઉનશીપ વિસ્તારમાં રહેતા દીપેન્દ્રભાઈ જયભાઈ થાપા નામના ૨૮ વર્ષના યુવાને ગત તા.૬-૭ ના રાત્રીના એકાદ વાગ્યાના અરસામાં ગળેફાંસો ખાવાનો અને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.જેકો જાણ થઈ જતા તેને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઈ ચૌહાણ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી હતી.

મારામારીમાં ઇજા

મોરબીના માનસર ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બાબુલાલ રતિલાલ સુરેલા (૫૦) તથા ચંદ્રિકાબેન બાબુલાલ સુરેલા (૨૨) ને ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેમજ બેલા ગામે જયંતિભાઈની વાડીએ કોઈ કારણસર દવા પી જતા રાહુલ ગોવિંદભાઈ નામના ૧૮ વર્ષના યુવાનને અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને બંને બાબતે સિવિલમાંથી જાણ કરવામાં આવતા તાલુકા પોલીસએ તપાસ કરી હતી તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.




Latest News