મોરબીના અપહરણના ગુનામાં છ માસથી ફરાર આરોપી ભોગ બનનાર સાથે રાજસ્થાનથી પકડાયો
માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો
SHARE








માળીયા (મીં)ના ગેસ કટીંગના ગુન્હામા છેલ્લા છ માસથી ફરાર આરોપી ઝડયાયો
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા વિસ્તારમાં ગેસ કટીંગનો ગુનો નોંધાયો હતો.જેમાં આરોપી ફરાર હોય અને તે અંગે બાતમી મળતા તેને પકડી પાડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી પ્રમાણે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રીપાઠીએ ફરાર આરોપીને પકડવા માટે વોચમાં રહેવા સુચના આપેલ હોય દરમ્યાનમાં ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ માળિયા મીંયાણા પોલીસ મથકના પીઆઇ આર.સી.ગોહિલ તેમજ સર્વેલન્સ સ્ટાફ વોચમાં હતો.તે દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજા, હરપાલસિંહ રાજપુત, તથા જયપાલસિહ ઝાલાને સંયુક્તમાં ખાનગી બાતમી મળી હતી કે માળીયાના વિરવિદરકા પાટીયા પાસે આવેલ પરંપરા હોટેલના ગ્રાઉન્ડમાં હાઇ-વે પરથી પસાર થતા પ્રોપેન ગેસના ટેન્કર ચાલકો સાથે મેળાપીપણુ કરી ગેસ ભરેલ ટેન્કરમાંથી માનવ જીવનને જોખમમાં મુકી કોઇપણ જાતની સુરક્ષા કે સાવચેતી રાખ્યા વગર આર્થીક લાભ માટે પ્રોપેન ગેસની ચોરી કરવામાં આવતી તે નોંધાયેલ ગુનાનો ફરારી આરોપી મદનગોપાલ સોહનરામ પુનીયા (૨૫) રહે.પુનીયા કી ઢાણી, કલબારા બેરા, તા.બાપ જી.ફલોદી, જોધપુર રાજસ્થાન વાળો માળીયા (મીં) ત્રણ રસ્તા હાઇ-વે રોડ ઉપર આવેલ હોવાની ચોક્કસ હકીકત મળેલ જે અનવયે ત્યાંથી તેને પકડી પાડવામાં આવ્યો હતો.આ કામગીરી સર્વેલન્સ સ્ટાફના પૃથ્વિરાજસિંહ જાડેજા, પંકજભાઈ નાગલા, હરપાલસિંહ રાજપુત, બીપીનભાઇ પરમાર, રાયમલભાઇ શીયાર તથા જયપાલસિંહ ઝાલાએ કરી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના શનાળા રોડ ન્યુ ચંદ્રેશનગર સોસાયટીમાં બાઈક પાછળ બેસીને જતા સમયે નીચે પડી જવાથી મોતીબેન ભુદરભાઈ જગોદરા (૫૮) રહે.મોટા ખીજડીયા તા.ટંકારાને ઇજા થતાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે લીલાપર રોડ ખાતે રહેતા આનંદ ધર્મેન્દ્રભાઈ અગ્રાવત (ઉંમર ૩૦) નામના યુવાનને આલાપ રોડ શ્રીરામ લોન્ડ્રી નજીક મારામારીમાં ઇજા થતા સારવારમાં લઇ જવાયો હતો.
વૃદ્ધ સારવારમાં
મોરબીના નવા બસ સ્ટેશન પાસેથી સાયકલ લઈને જતા સમયે અજાણ્યા રીક્ષા ચાલકે હડફેટે લેતા ઈન્દુલાલ જેઠાલાલ પંડ્યા (૬૫) રહે.ઇસ્કોન એપાર્ટમેન્ટ પાસે શનાળા રોડને સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે એસપી રોડ પાસે આવેલ ઝૂંપડપટ્ટીમાં થયેલી મારામારીના બનાવમાં ઇજા પામેલ કાજલબેન જગાભાઈ સલાટ (૧૮) અને સોનીબેન દલાભાઈ સલાટ (૨૦) નામની બે યુવતીઓને સીવીલે સારવારમાં લઈ જવાઈ હતી.
