હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને આઠ વ્યક્તિઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર નાએન્ટરપ્રાઇઝ નજીક રહેતા કાળુ બલ્લુરામ સોટ (38) નંદરામ આદિવાસી (39), શિવા ચંદ્રભાન સોટ (22), રાકેશ આદિવાસી (28), રાજેન્દ્ર નંદરામ સોટ (19) નારાયણ સોટ (50), રાહુલ નારાયણ સોટ (20) અને સુનીતાબેન લેખરામ (27) નામના આઠ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

જુદાજુદા અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિરુદ્ધસિંહ ગોપાલસિંહ ઝાલા (60) નામના વૃદ્ધ જ્ઞાનપથ સ્કૂલ પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આવી જ રીતે મોરબીના શનાળા રોડ પર રહેતા નકુમ ભવાનભાઈ દાનાભાઈ બાઈકમાં ઉમા રેસીડેન્સી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. તો મોરબીમાં રવાપર ચોકડી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને રંજનબેન ભગવાનભાઈ કારીયા (80) નામના વૃદ્ધા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેઓને મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News