હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં


SHARE



































મોરબીના બેલા ગામ નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ એક મહિલા સહિત 8 વ્યક્તિ સારવારમાં

મોરબીના બેલા ગામ નજીક કોઈ કારણસર મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં કુલ મળીને આઠ વ્યક્તિઓને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર નાથ એન્ટરપ્રાઇઝ નજીક રહેતા કાળુ બલ્લુરામ સોટ (38) નંદરામ આદિવાસી (39), શિવા ચંદ્રભાન સોટ (22), રાકેશ આદિવાસી (28), રાજેન્દ્ર નંદરામ સોટ (19) નારાયણ સોટ (50), રાહુલ નારાયણ સોટ (20) અને સુનીતાબેન લેખરામ (27) નામના આઠ વ્યક્તિઓને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ અંગેની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.

જુદાજુદા અકસ્માતમાં ઇજા

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ હાઉસિંગ બોર્ડમાં રહેતા અનિરુદ્ધસિંહ ગોપાલસિંહ ઝાલા (60) નામના વૃદ્ધ જ્ઞાનપથ સ્કૂલ પાસેથી બાઈકમાં જતાં હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો આવી જ રીતે મોરબીના શનાળા રોડ પર રહેતા નકુમ ભવાનભાઈ દાનાભાઈ બાઈકમાં ઉમા રેસીડેન્સી પાસેથી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર બાઈક સ્લીપ થતાં અકસ્માત થયો હતો. તો મોરબીમાં રવાપર ચોકડી પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને રંજનબેન ભગવાનભાઈ કારીયા (80) નામના વૃદ્ધા જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થવાના કારણે તેઓને ઈજા થતાં ઇજા પામેલ હાલતમાં તેઓને મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા. આ ત્રણેય બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી.


















Latest News