માળીયા (મી)માં દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી 96 બોટલ સાથે એક શખ્સની ધરપકડ
વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે જુગાર રમતા બે શખ્સ 20,370 ના મુદામાલ સાથે પકડાયા
SHARE
વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે જુગાર રમતા બે શખ્સ 20,370 ના મુદામાલ સાથે પકડાયા
વાંકાનેરના નવા રાજાવડલા ગામે કેનાલ પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બે શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ તથા બે મોબાઈલ મળીને કુલ 20,370 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા રાજાવડલા ગામે કેનાલ પાસે ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કાનજીભાઈ બાબુભાઈ રીબડીયા (40) રહે. ગરબી ચોક કુવાડવા તથા મહેશભાઈ હકાભાઇ ડાભી (35) રહે. નવા રાજાવડલા વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 11,370 ની રોકડ તથા 10,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 20,370 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મારા મારીમાં ઇજા
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતા રામજીભાઈ વશરામભાઈ આંબલીયા (75) નામના વૃદ્ધને મારામારીના બનાવમાં ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીમાં કુબેર ચોકડી નજીક રહેતો રમેશભાઈ પોપટભાઈ દેવીપૂજક (30) નામનો યુવાન ઘૂટું નજીક આવેલ આઈટીઆઈ પાસેથી પસાર થતો હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
બાઇક સ્લીપ
હળવદના સુરવદર ગામે રહેતા શૈલેષભાઈ લાલજીભાઈ ગડેસિયા (29) નામનો યુવાન મોરબીમાં પાવડિયારી નજીક કારખાના પાસે બાઇક સ્લીપ થતાં ઇજા થવાથી ઇજા પામેલા છે તેને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે