મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર આકાર લેશે નમો વન: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં 3500 વૃક્ષોનું કર્યું વાવેતર


SHARE











મોરબીમાં પાંજરાપોળની 1200 વીઘા જમીન ઉપર આકાર લેશે નમો વન: કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાની હાજરીમાં 3500 વૃક્ષોનું કર્યું વાવેતર

મોરબીના પાસે આવેલ પાંજરાપોળની 1200 વીઘા જમીનમાં વનીકરણ કરીને હરિયાળી ક્રાંતિ લાવવા માટે થઈને આજે એક પેડ મા કે નામ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા હાજર રહ્યા હતા અને "નમો વન" માં 3500 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલમાં જે રીતે મોરબી રાજકીય રીતે સમગ્ર ગુજરાત નહીં ભારતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તે બાબતે કેબિનેટ મંત્રીને પત્રકારોએ પૂછતા તેમને જણાવ્યું હતું રાજકીય પક્ષના આગેવાનોને શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.

મોરબી પાંજરાપોળ હસ્તકની રજવાડા એ આપેલી જમીન ઉપર હરિયાળી ક્રાંતિ લાવવા માટે થઈને પાંજરાપોળના ટ્રસ્ટીઓ દ્વારા સરકાર અને સદભાવના નો સહયોગ લઈને દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને અગાઉ મોરબીના મકનસર ગામ પાસે પાંજરાપોળની જગ્યા આવેલ છે ત્યાં અંદાજે એક લાખ કરતા વધુ વૃક્ષોનું વાવેતર થયું હતું ત્યારબાદ હવે જોધપર ગામ પાસે મોરબી પાંજરાપોળની 1200 વીઘા જેટલી જમીન આવેલી છે અને તે જમીનની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવીને ત્યાં દોઢ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જે પૈકીના 3500 જેટલા વૃક્ષોનું આજે રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા ની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

આ તકે સાંસદ વિનોદભાઈ ચાવડા, ચંદુભાઈ સિહોરા અને કેશરીદેવસિંહ ઝાલા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરીયા, માજી મંત્રી બ્રિજેશભાઈ મેરજા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી, ખોખરા હનુમાન હરિહર ધામથી પંચ અગ્નિ અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી, ભણદેવજી મહારાજ, રાતનેશ્વરી માતાજી સહિતના સંતો મહંતો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

આ તકે કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષથી સતત સરકારમાં રજૂઆતો કરીને તેમના દ્વારા આ જગ્યા ઉપર વૃક્ષારોપણ થાય તેના માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા જેના ફળ સ્વરૂપે સરકારમાંથી ગ્રાન્ટ તેમજ ઉદ્યોગકારો સહિતનાઓ સહકારથી સદભાવના ટ્રસ્ટને જવાબદારી સોંપીને અંદાજે 1.5 લાખ જેટલા વૃક્ષ જેમાં જુદા જુદા ફળના વૃક્ષો તેમજ લાંબુ આયુષ્ય હોય તેવા ઊંચા થાય તેવા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું છે અને આ જગ્યાને "નમો વન" નામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી

અંતમાં રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષારોપણને પ્રોત્સાહન મળે તે માટે એક વર્ષ પહેલા એક પેડ મા કે નામ અભિયાન શરૂ કર્યું હતું અને તેના બીજા વર્ષે સમગ્ર ભારત દેશની અંદર આ જ પ્રકારનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે મોરબીના આંગણે પાંજરાપોળની જગ્યામાં આજે 3500 વૃક્ષોનું વાવતેર કરવામાં આવ્યું છે અને આવી જ રીતે ગુજરાતમાં વૃક્ષારોપણ થશે તો ગુજરાતમાં હરિયાળી ક્રાંતિ આવશે તે નિશ્ચિત છે.

વધુમાં મોરબી અને ધારાસભ્ય જે સામસામે ચેલેન્જ આપે છે તેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો તે બાબતે પત્રકારો દ્વારા કેબિનેટ મંત્રીને પૂછવામાં આવ્યું ત્યારે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ ટૂંકમાં એટલું જ કહ્યું હતું કે રાજ્ય પાર્ટીના આગેવાનો શોભે તેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.






Latest News