માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

ટંકારા પોલીસે ચોરાઉ માલ  સાથે પકડેલા રાજકોટના ત્રણ શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધાયો


SHARE

















ટંકારા પોલીસે ચોરાઉ માલ  સાથે પકડેલા રાજકોટના ત્રણ શખ્સોની સામે ચોરીનો ગુનો નોંધાયો

ટંકારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે શંકાસ્પદ જણાતી રીક્ષાને અટકાવીને તેની તલાસી લેતા તેમાંથી લોખંડ ભંગાર અને રસ કાઢવાનું મશીન તેમાથી મળી આવ્યું હતું જેથી પોલીસે ત્રણેય શખ્સોની પૂછપરછ કરી હતી જેમાં આ માલ ચોરાઉ હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને હાલમાં પોલીસે ત્રણેય શખ્સોની સામે ચોરીની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

ટંકારાના મિતાણા ચોકડી પાસે પોલીસ ચેક પોસ્ટ કાર્યરત કરવામાં આવી છે ત્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક શંકાસ્પદ સીએનજી ઓટો રીક્ષા નીકળી હતી જેને ઉભી રાખવા છતાં ન રોકાતા પોલીસ કોન્સટેબલ સતિષભાઇ રાજેશભાઇ બસીયાએ પીછો કરીને રિક્ષા રોકી સઘન ચેકિંગ કરતા રિક્ષામાંથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા અન્ય લોખંડનો ભંગાર મળી આવ્યો હતો જેથી ટંકારાના પ્રોબેશન પીઆઇ એન.એ.વસાવાને જાણ કરવામાં આવી હતી અને પીઆઇ વસાવા અને પીએસઆઇ બી.ડી.પરમાર તથા સર્વેલન્સ સ્ટાફએ શંસ્પદ લોખંડના મુદ્દામાલ સાથે રીક્ષામાંથી કબજે કરી હતી

ત્યાર બાદ હાલમાં મેઘપર ઝાલા ગામના હકુમતસિહ ચંદુભા ઝાલા જાતે દરબાર (ઉ.૪૭)ની ફરિયાદ લઈને પોલીસે ચોરાઉ માલ સાથે પકડાયેલા રાહુલ મોહનભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) રહે.જંગલેશ્વર રાજકોટભરત નાનજીભાઈ ટોયટા જાતે ભરવાડ (ઉ.વ.૨૨) રહે.વાછકપર બેડી તા.જી.રાજકોટ અને રોનક અશોકભાઈ ચાંડપા (ઉ.વ.૨૦) ધંધો રહે. જંગલેશ્વર રાજકોટ વાળાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે આ આરોપીઓએ ટંકારા નજીકથી લોખંડનું શેરડીના રસ કાઢવાનું મશીન તથા ઓવરબ્રીજ ઉપર ચાલતા કંસ્ટ્રકશન કામ ઉપરથી લોખંડનો ૧૦૦ કિલો ભંગાર ચોરી કર્યો હતો તેમજ બે બેટરીની ચોરી કરી હતી આમ કુલ મળીને ૫૦૦૦ ના મુદામાલની ચોરી કરી હોય પોલીસે હાલમાં ફરિયાદ લઈને આરોપીઓના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે 




Latest News