મોરબીના નવલખી રોડ ઉપર નશાની હાલતમાં પડી જતા શરીરે થયેલ ઇજાના પગલે સારવાર દરમિયાન યુવાનનું મોત
SHARE
મોરબીના નવલખી રોડ ઉપર નશાની હાલતમાં પડી જતા શરીરે થયેલ ઇજાના પગલે સારવાર દરમિયાન યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગર વિસ્તારમાં રહેતા યુવાનને નશાની હાલતમાં ઇજાગ્રસ્ત થયેલ હોય સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજયુ હતું. બાદમાં બીમારી સબબ યુવાનનું મોત થયુ હોવા અંગે પોલીસમાં નોંધ થતા પોલીસે બનાવની નોંધ કરીને તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારાના મોટા રામપરના વતની અને હાલ મોરબી નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં ચરમરીયા દાદાના મંદિર પાસે રહેતા દિવ્યરાજસિંહ મૂળરાજસિંહ ઝાલા (૩૯) નામના યુવાનને ગઈકાલના રાત્રિના નવેક વાગ્યાના અરસામાં નશાની હાલતમાં કોઈ જગ્યાએ પડી ગયા હોય અને શરીરે ઇજા થતાં બેભાન હાલતમાં સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા અને ત્યાં ટુંકી સારવાર દરમિયાન દિવ્યરાજસિંહ ઝાલાનું મોત નીપજ્યું હતું.તેઓને બીમારી પણ હોય બીમારી સબબ તેઓનું મોત થયુ હોવાનું પ્રાથમિક તારણ છે.હાલ બનાવ સંદર્ભે બી ડિવિઝનના બી.કે.દેથા દ્વારા એડી નોંધ દાખલ કરીને બનાવની અંગે આગળની તપાસ શરૂ કરાયેલ છે.
વાહન અકસ્માતમાં ઇજા
હળવદના રાયધ્રા ગામના નથુભાઈ ભોજાભાઇ ચડાણીયા નામના ૩૫ વર્ષના યુવાનને ગામના પાણીના નાલા નજીક બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં ઇજા થવાથી સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઈક પાછળથી પડી જતા પ્રભાબેન જીવરાજભાઈ પટેલ (૭૦) રહે.રામકો વિલેજ ઘુંટુને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ હળવદના ચરાડવા ગામે રહેતા કાનજીભાઈ ગોપાલભાઈ ગોહિલ નામના ૨૭ વર્ષના યુવાનને ગામના બસ સ્ટેશન પાસે બાઇસ સ્લીપના બનાવમાં ઇજા પામેલી હાલતમાં મોરબી લાવવામાં આવ્યો હતો.જયારે મોરબી તાલુકાના ગાળા ગામે સિમ વિસ્તારમાં પતિ દ્વારા ટ્રેક્ટર રિવર્સમાં લેવામાં આવતા પગ ઉપર ટ્રેક્ટર ફરી જતા જાનકીબેન વેસ્તાભાઈ ડાવર નામની ૩૦ વર્ષની મહિલાને પણ સારવાર માટે દવાખાને લાવવામાં આવી હતી. જ્યારે ઘુંટુ ગામના આઈટીઆઈ પાસે મોટરસાયકલ અને અન્ય વાહનની અથડામણ થતા અકસ્માત બનાવમાં ઉષાબેન ચંદુભાઈ દુદકિયા (૪૪) રહે.લીલાપર તા.મોરબી ને ઈજા પામેલા હાલતમાં આયુષ હોસ્પિટલે લવાયા હતા બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી.
બાળક સારવારમાં
હળવદના રાયધ્રા ગામે પ્રાથમિક શાળા પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ગામના યુવરાજ પ્રવીણભાઈ નંદેસરિયા નામના નવ વર્ષના બાળકને ઈજા થતા સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે હળવદના જ ટીકર ગામે રહેતા રિયાન હિરેનભાઈ એરવાડીયા નામનો છ વર્ષનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે બાઈક અકસ્માત થતા અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે કચ્છના ભચાઉ તાલુકાના શિકારપુર પાસે સુરજબારી નજીક રહેતા રૂકશાનાબેન ફારૂકભાઈ સમા નામની ૨૩ વર્ષીય મહિલા સુરજબારી પાસેથી પિતા પાછળ બાઇકમાં બેસીને જતી હતી ત્યાં રસ્તામાં તેઓ પડી જતા સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી