મોરબીના નવલખી રોડ ઉપર નશાની હાલતમાં પડી જતા શરીરે થયેલ ઇજાના પગલે સારવાર દરમિયાન યુવાનનું મોત
મોરબી મહાપાલિકાનો ઘેરાવ કરવા આવેલ કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું આતંકવાદીઓ જેવું વર્તન !: ભારે ઘર્ષણ પછી કમિશનરે પ્રાથમિક સુવિધા માટેની રજૂઆત સાંભળી
SHARE
મોરબી મહાપાલિકાનો ઘેરાવ કરવા આવેલ કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું આતંકવાદીઓ જેવું વર્તન !: ભારે ઘર્ષણ પછી કમિશનરે પ્રાથમિક સુવિધા માટેની રજૂઆત સાંભળી
મોરબી શહેરમાં લાઈટ પાણી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓ માટે લોકો હેરાન છે ત્યારે આજે કોંગ્રેસના બે માજી ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખની આગેવાનીમાં કોંગ્રેસ મહાપાલિકા કચેરીનો ઘેરાવ કરવા માટે પહોચી હતી. ત્યારે મહાપાલિકાના દરવાજા ઉપર તાળા મારીને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને કોંગ્રેસના આગેવાનોને રજૂઆત કરવા માટે જતા રોકવામાં આવ્યા હતા ત્યારે કોંગ્રેસના આગેવાનોને પોલીસ આતંકવાદીઓ જેવું વર્તન કરે છે તેવો આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ કર્યો હતો અને ત્યારબાદ લગભગ એકાદ કલાકની માથાકૂટ પછી કોંગ્રેસના આગેવાનોને કમિશનર પાસે રજૂઆત કરવા માટે તેને જવા દેવા આવ્યા હતા અને કમિશનર દ્વારા રાજુયાતોને સાંભળીને વહેલી તકે તેનો ઉકેલ લાવવાની ખાતરી આપવામાં આવી હતી
મોરબીમાં ગત સપ્તાહ દરમિયાન જુદા જુદા વિસ્તારોમાંથી લોકોએ પ્રાથમિક સુવિધા માટે થઈને રોડ રસ્તા ચક્કાજામ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યા હતા દરમિયાન મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ સોમવારે મહાપાલિકા કચેરી ખાતે લોકોને સુવિધા આપવામાં નિષ્ફળ ગયેલ મહાપાલિકાનો ઘેરાવ કરવાનું એલાન કરવામાં આવ્યું હતું અને આજે કોંગ્રેસના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરા અને મહમદજાવેદ પીરજાદા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિત જિલ્લા અને શહેર કોંગ્રેસના આગેવાનો તેમજ નગરજનો દ્વારા મોરબી મહાપાલીકાને ઘેરાવ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
જોકે કોંગ્રેસના આગેવાનો મહાપાલિકામાં ન જઈ શકે તે માટે પહેલાથી જ મહાનગરપાલિકાના દરવાજે તાળા મારીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો જેથી કોંગ્રેસના આગેવાનો દ્વારા અંદર જવા માટે થઈને પ્રયાસ કરવામાં આવતા પોલીસ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે થોડી વાર માટે ઘર્ષણ થયું હતું અને પોલીસ કોંગ્રેસનાં આગેવાનો સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરી રહી છે તેવો આક્ષેપ કર્યો હતો જો કે, ત્યારબાદ લગભગ પોણો કલાક સુધી માથાકૂટ અને ઘર્ષણ થયું હતું અને નગર મહાનગરપાલિકા કચેરીના દરવાજા પાસે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સંમતિ દે ભગવાન સહિતના ભજન અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા ત્યારબાદ મહાપાલિકા કચેરીમાં કોંગ્રેસના બે માજી ધારાસભ્ય સહિતના 30 જેટલા આગેવાનોને રજૂઆત કરવા માટે તેને જવા દેવામાં આવ્યા હતા
આજરોજ કોંગ્રેસના આગેવાનો દ્વારા આજે રજૂઆત કરવામાં આવી તેમાં ખાસ કરીને મોરબીના વીસીપરા જેવા છેવાડાના વિસ્તાર છે જ્યાં આજ દિવસ સુધી રોડ રસ્તા લાઈટ પાણી વગેરે જેવી સારી પ્રાથમિક સુવિધાઓ મળી નથી તેવા વિસ્તારોની યાદી આપવામાં આવેલ છે. તેમજ વાડી વિસ્તારની રહેવા માટે બનાવેલ મકાનમાં વીજ કનેક્શન મેળવવા માટે મહાપાલીકામાંથી લોકોને દાખલા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી તથા વરસાદી પાણીનો નિકાલ ઉપર કરવામાં આવેલા તમામ ગેરકાયદે દબાણો અને પાર્કિંગ-માર્જિનની જગ્યા વગર કરવામાં આવતા બાંધકામો કોઈપણની શરમ રાખ્યા વગર તોડી પાડવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી
જેના પ્રત્યયોત્તરમાં કમિશનર સ્વપ્નિલ ખરે દ્વારા કોંગ્રેસ દ્વારા જે રજૂઆતો કરવામાં આવી છે તેનો વહેલી તકે ઉકેલ લઈ આવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. વધુમાં કોંગ્રેસના આગેવાનોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે બે દિવસ પહેલા કલેક્ટર કચેરી ખાતે ભાજપના માજી સભ્યો અને આગેવાનો સાથે જે રીતે મીટીંગ કરવામાં આવી તે રીતે હવે જયારે પણ મિટિંગ કરવામાં આવે તેમાં કોંગ્રેસના આગેવાનોને મિટિંગ પણ બોલાવવામાં આવે તેવી માંગ કરેલ છે.