મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ
Breaking news
Morbi Today

હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !


SHARE









હાઈ વોલ્ટેજ ડ્રામા: મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા રાજીનામા સાથે ગાંધીનગર પહોચ્યા, ગોપાલ ઇટાલિયાની કોઈ પ્રતિક્રિયા નહીં !

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમાવો આવી ગયો હતો જો કે, મોરબીના ધારાસભ્ય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આજે તેનું રાજીનામું લઈને ગાંધીનગર પહોચ્યા હતા જો કે, ગોપાલ ઇટાલિયા ત્યા આવ્યા ન હતા જેથી ગમે ત્યારે ગોપાલ ઇટાલિયા આવે ત્યારે તે રાજીનામું આપવા માટે તૈયાર છે તેવી મોરબીના ધારાસભ્યએ હવે ખુલ્લી ચેલેન્જ આપેલ છે.

મોરબીમાં છેલ્લા દિવસોમાં જે આંદોલનો કરવામાં આવ્યા હતા તેમાં વિસાવદર વળી થશે તેવી ચીમકી આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવ્યા હતા જેથી કરીને વિસાવદરની બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જ મોરબી ચૂંટણી લડવા માટે આવે તેવી ચેલેન્જ આપવામાં આવી હતી આટલું જ નહીં જો તે જીતી જાય તો તેને બે કરોડનું ઈનામ આપવાની મોરબીના ધારાસભ્યએ જાહેરાત કરી હતી. જેથી હાઇ વોલ્ટેજ ડ્રામા ગુજરાતમાં ચાલી રહ્યો હતો.

આજે સવારે કાંતિભાઈ અમૃતિયા તેના સમર્થકોની સાથે ગાંધીનગર જવા રવાના થયા હતા અને ત્યાં જઈને અડધા કલાક સુધી ગોપાલ ઇટાલિયાની રાહ જોવામાં આવી હતી જો કે, બીજી બાજુ આપમાંથી ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયાએ આ અંગે હજુ સુધી કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. જો કે, કાંતિભાઈ અમૃતિયાએ કહ્યું હતું કે, હું અહીં 12 વાગે આવી ગયો છું હવે ગોપાલભાઈની રાહ જોવ છું.  કે, ગોપાલભાઈ આજે ત્યાં આવ્યા ન હતા. વધુમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ એવું પણ કહ્યું હતું કે, આજે નહીં ગમે ત્યારે ગોપાલભાઈ રાજીનામું મૂકીને મોરબી ચૂંટણી લડવા માટે આવવાનું કહેશે ત્યાં હું રાજીનામું મૂકવા માટે આવીશ.




Latest News