મોરબીના નાનીવાવડી ગામે જાહેરમાં ચોકમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 પકડાયા
મોરબીના લાલપર તથા સોખડા ગામ પાસે અકસ્માત બનાવોમાં બે યુવાનોના મોત
SHARE
મોરબીના લાલપર તથા સોખડા ગામ પાસે અકસ્માત બનાવોમાં બે યુવાનોના મોત
મોરબીમાં એક સપ્તાહ પહેલા બે જુી જુદી જગ્યાએ અકસ્માત બનાવો બન્યા હતા.જેમાં લાલપર ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ઈજા થતાં એક યુવાનનું મોત નિપજ્યું હતું.તે રીતે જ મોરબીના માળિયા હાઇવે સોખડા ગામના પાટીયા પાસે મોડી રાત્રીના અજાણ્યા વાહન હડફેટે એમપીના યુવાનનું અકસ્માત બનાવમાં મોત થયેલ છે.બંને બનાવ અંગે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાયેલ છે.
મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત તા.૭-૭ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામે બાપાસીતારામ મઢુલીની પાછળ રહેતા વિજયભાઇ માવજીભાઈ દેગડા નામના ૨૮ વર્ષના યુવાનને લાલપર નજીક રોડ ઉપર વાહન અકસ્માતમાં ગંભીર ઇજા થતા તેનું મોત નિપજતા ડેડબોડીને પીએમ માટે સિવિલ ખાતે લાવવામાં આવેલ અને બનાવ સંદર્ભે તે વિસ્તારના બીજ જમાદાર સી.કે.પઢિયાર દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.જ્યારે અકસ્માતનો બીજો બનાવ મોરબીના સોખડા ગામના પાટીયા પાસે આવેલી પિતૃકૃપા હોટલ પાસે બન્યો હતો.જેમાં ગત તા.૭-૭ ના રાત્રીના બે વાગ્યાના અરસામાં બનેલા અકસ્માત બનાવમાં પ્રથમ અજાણ્યા ૩૦ થી ૩૫ વર્ષના યુવાનનું અજાણ્યા વાહનની હડફેટે મોત થયુ હોવાની બહાદુરગઢ ગામના પ્રતાપભાઈ આપાભાઈ ચાવડા નામના ૩૨ વર્ષના યુવાને તાલુકા પોલીસમાં જાણ કરી હતી.બનાવને પગલે સ્ટાફના નિરવભાઇ મકવાણા અને જયદીપસિંહ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને બાદના તપાસમાં ખુલ્યુ હતુ કે મૃતક પગપાળા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોરબીના સોખડા ગામ પાસે રહીને કારખાનામાં મજૂરી કામ કરતા ગિરેશભાઈ તનસિંગભાઈ બંડોળીયા આદિવાસી (ઉમર ૩૫) નામના યુવાનનું અકસ્માત બનાવમાં મોત થયુ હતુ.હાલ ઉપરોક્ત બંને બનાવો સંદર્ભે તાલુકા પોલીસના સ્ટાફ દ્વારા આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
યુવાન ઇજાગ્રસ્ત
મોરબીના સોખડા ગામ નજીક રહેતા સનાભાઇ મેપાભાઇ દેવીપુજક નામનો ૪૦ વર્ષનો યુવાન એકટીવામાં જતો હતો ત્યારે તેને પાછળથી ડમ્પર ચાલકે હડફેટે લીધો હતો જુના દેવળિયા ગામ પાસે બનેલા આ બનાવમાં ઇજા પામેલ સનાભાઇને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર-૨ માં આવેલ માસુમ હોસ્પિટલ પાસેથી એકટીવામાં જતા સમયે એકટીવા સ્લીપ થઈ જતા નફીસાબેન મુસ્તુફાભાઈ ભારમલ (૫૨) રહે.નાની બજારને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.તેમજ મોરબી વીસીપરા કુલીનગરમાં રહેતા વહીદાબાનુ આરીફભાઇ પીંજારા નામની ૨૫ વર્ષીય યુવતીને સુપર ટોકીઝ નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
વાહન અકસ્માત
મોરબીના બેલા ખાતે રહેતા રાજેશભાઈ હણ નામના ૪૫ વર્ષના યુવાનને બેલા ચોકડીની પાસે અજાણ્યા મોટરસાયકલના ચાલકે હડફેટે લેતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો. તેમજ માળિયા(મિં.) ના વેજલપર ગામે રહેતા વિજય અનસિંગ મેડા નામના ૨૧ વર્ષના યુવાનને રંગપર નજીક વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે સિવિલે લવાયો હતો.વાંકાનેરના સતાપર ગામેથી તરકીયાના રસ્તે જતા સમયે બાઇક સ્લીપ થવાના અકસ્માત બનાવમાં મંજુબેન ભુપતભાઈ મકવાણા (૨૮) રહે.નાળિયેરી તા.ચોટીલાને ઇજા થયેલ હોય તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.તેમ પોલીસે જણાવેલ છે