મોરબીમાં લાઇટ, ગટર, રોડ વિગેરેના રાતે ચાલતા કામનું નિરીક્ષણ કરતાં મનપાના કમિશનર સ્વપ્નિલ ખરે
મોરબીના નાનીવાવડી ગામે જાહેરમાં ચોકમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 પકડાયા
SHARE







મોરબીના નાનીવાવડી ગામે જાહેરમાં ચોકમાં જુગાર રમતા 4 મહિલા સહિત 6 પકડાયા
મોરબીના નાનીવાવડી ગામે શ્રી બાલા હનુમાન સોસાયટી જીઇબી ઓફિસની પાછળના ભાગમાં જાહેરમાં ચોકમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ચાર મહિલા સહિત કુલ મળીને 6 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેની પાસેથી 27500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નાની વાવડી ગામે આવેલ શ્રી બાલા હનુમાન સોસાયટી જીઇબી ઓફિસની પાછળના ભાગમાં જાહેર ચોકમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે તાલુકા પોલીસની ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વસિયાણી (58), કાનજીભાઈ રૂપનાથભાઈ મોરડીયા (45), મીનાબેન કાનજીભાઈ ખટાણા (37), સમાબેન સફીભાઈ મોટવાણી (42), પૂજાબેન લાભુભાઈ ઠાકોર (26) અને કલ્પનાબેન અંબારામભાઈ ગોપાણી (50), રહે બધા નાની વાવડી વાળા મળી આવ્યા હતા જેથી કરીને તેની પાસેથી 27,500 ની રોકડ કબજે કરી હતી અને જુગારધારા હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં હળમતીયા ગામ પાસે રહેતો નાર લેવ કુદાદા (20) નામનો યુવાન ગામ નજીક હતો ત્યારે ત્યાં અજાણ્યા બાઈક ચાલકે તેને ટક્કર મારતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે
અકસ્માતમાં ઇજા
હળવદના ચરડવા ગામે 66 કેવી પાસે રહેતા અરૂણભાઇ રમેશભાઈ દાફડા (23) નામના યુવાનને પગપાળા જતો હતો ત્યારે પીજીવીસીએલની ઓફિસ પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટ લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો અને તે ઇજા પામેલા યુવાનને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને પોલીસને આ બનાવની જાણ કરવામાં આવી છે
મારા મારીમાં ઇજા
મોરબીના દરબારગઢ પાસે રહેતા ધર્મેન્દ્રભાઈ પ્રવીણભાઈ ચૌહાણ (26) નામના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
