ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું
SHARE









ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું
ટંકારા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ થયેલા પ્રભુનગર સોસાયટીમાં ચોમાસા આગમન સમયે જ ગેસની લાઈનો નાખેલી હોવાથી વરસાદના કારણે મુખ્ય રસ્તા ઉપર કાદવ કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું જેથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. અને લોકોએ ગરપાલિકામાં લેખીત અને મૌખીક રજુઆતો કરી હતી જેને ધ્યાને લઈને ચીફ ઓફિસર ડામોરભાઈ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી અને યુદ્ધના ધોરણે મુખ્ય રસ્તાઓને પાકો બનાવવાં તજવીજ હાથ ધરી હતી. અને એન્જીનીયર વિવેકભાઈ ગઢીયા અને પ્રકાશભાઈની દેખરેખમાં વ્રજ કન્ટ્રકસન નામની એજન્સીના ભાવિનભાઈ અને શ્યામભાઈ દ્વારા સરકારના નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ થાય રોડ રસ્તાઓ મજબુત બનેએ હેતુ થી રસ્તોઓને ખોદી, મેટલિંગ કરી વાઈબ્રેટિંગ રોલ થકી રોલીંગ કરી સીસી રોડની કામગીરી ચાલુ કરી હતી. ત્યારે પ્રભુનગર સોસાયટીમાં ચાલતાં કામમાં સતત દેખરેખ રાખતા સામાજીક કાર્યકર હેમંતભાઈ ચાવડા, હિતેષ ગેડીયાએ સરકારના નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને કામ ટકાઉ અને મજબુત બને એવો આગ્રહ રાખ્યો હતો.

