ટંકારાની પ્રભુનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા સીસીરોડનું કામ શરૂ કરાયું
મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ
SHARE









મોરબીના બેલા ગામ પાસેથી બાઈકની ચોરી કરનાર બેલડી જૂના ઘૂટું રોડેથી પકડાઈ
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વાહન ચોરી કરવામાં આવી હતી તે ગુનામાં આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી હતી તેવામાં ચોરાયેલ બાઇક સાથે બે ઇસમોને ઝડપી લેવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા માટે પીઆઇ એસ.કે.ચારેલની સૂચના મુજબ જુદીજુદી ટીમો કામ કરી રહી હતી તેવામાં પીએસઆઈ એચ.એસ.તીવારી અને સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા ત્યારે જુનુ ઘુંટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો કારખાના સામેથી બે ઇસમો સ્પ્લેન્ડર બાઇક લઈને નીકળ્યા હતા જેને રોકીને પોલીસે બાઈકના આધાર પુરાવા માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી બાઇક નંબર જીજે 3 ડીકે 0219 અંગેની ખરાઇ કરવામાં આવી હતી તો આ બાઈકની બેલા (રે) સીસમ રોડ પર આવેલ શ્રી રામ પેકેજીંગ કારખાના ગેટ પાસેથી ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું અને તે અંગેની ફરિયાદ પણ નોંધાયેલ હતી જેથી પોલીસે બાઇક ચોરીના ગુનામાં બે આરોપી વિક્રમભાઇ ઊર્ફે વિકુડો મસાભાઇ વાજેલીયા (35) અને કાંન્તીભાઇ કરશનભાઇ ચારોલીયા (20) રહે, બંને સામાખીયારી વાળાની ધરપકડ કરેલ છે. અને તેની પાસેથી એક ચોરાઉ બાઇકને કબ્જે કરવામાં આવ્યું હતું.

