મોરબીના બિલિયા ગામે ભટ્ટ પરિવારના સુરાપુરાધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કરાયું
મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
SHARE









મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
મોરબીમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અગાઉ તંત્ર દ્વારા હેલ્પ લાઇન જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હવે ધારાસભ્ય દ્વારા વોટ્સએપ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને લોકો તેઓની સમસ્યા વોટ્સએપના માધ્યમથી આપશે તો તેનો નિકાલ ત્વરિત કરવામાં આવે તેના માટેની કામગીરી કરવામાં આવશે.
મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અખબારી યાદી જણાવ્યુ છે કે, લોકોની પ્રાથમિક સુવિધાને લગતી સમસ્યાઓના ઉકેલ તાત્કાલિક કરવામાં આવે તેના માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવેલ છે. અને લોકો તેના ઉપર મેસેજ કરીને સમસ્યા જણાવશે એટ્લે તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટેની સબંધિત વિભાગને જાણ કરીને કાર્યવાહી કરાવવામાં આવશે. જે નંબર જાહેર કર્યો છે તે 8758013433 છે અને તે નંબર ઉપર ફોટો/ વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન, મોકલવાના રહેશે. ત્યાર બાદ સંબંધિત વિભાગ દ્વારા લોકોની સમસ્યાને વહેલી તકે ઉકલેવામાં આવશે

