મોરબીના ઘૂટું ગામે વાસણ માંજવાની ના પાડતા સાસુને પુત્રવધૂએ માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના અદેપર ગામે ડેમના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ, 1,37 લાખનો મુદામાલ કબ્જે: વાંકાનેર તાલુકામાં 5 બોટલ દારૂ સાથે એક પકડાય ટંકારા નજીક ગ્રાન્ડ વીરાટા ગાડીના ચાલકે અચાનક વળાંક વાળી લેતા બાઇકને હડફેટે લીધું: ઇજા પામેલ યુવાન સારવારમાં માળીયા (મી)ના માણાબાં પાસે-વાંકાનેરના સરતનપર નજીક કારખાનામાં હાર્ટ એટેકથી એક-એક યુવાનનું મોત વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતાં એક યુવાનનું મોત, એક સારવારમાં વાંકાનેર તાલુકામાં ગેરકાયદે-ઓવરલોડ ખનીજનું પરિવહન કરતાં 4 ડમ્પર ઝડપાયા: 1.10 કરોડનો મુદામાલ કબ્જે મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા


SHARE











મોરબીમાં લોકોની સમસ્યા ઉકેલવા માટે ધારાસભ્ય દ્વારા હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા

મોરબીમાં લોકોના પ્રશ્નો ઉકેલવા માટે અગાઉ તંત્ર દ્વારા હેલ્પ લાઇન જાહેર કરવામાં આવ્યા હતા અને ત્યાર બાદ હવે ધારાસભ્ય દ્વારા વોટ્સએપ અને હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે અને લોકો તેઓની સમસ્યા વોટ્સએપના માધ્યમથી આપશે તો તેનો નિકાલ ત્વરિત કરવામાં આવે તેના માટેની કામગીરી કરવામાં આવશે.

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ અખબારી યાદી જણાવ્યુ છે કે, લોકોની પ્રાથમિક સુવિધાને લગતી સમસ્યાઓના ઉકેલ તાત્કાલિક કરવામાં આવે તેના માટે વોટ્સએપ હેલ્પલાઈન સુવિધા શરૂ કરવામાં આવેલ છે. અને લોકો તેના ઉપર મેસેજ કરીને સમસ્યા જણાવશે એટ્લે તેનો તાત્કાલિક નિકાલ લાવવા માટેની સબંધિત વિભાગને જાણ કરીને કાર્યવાહી કરાવવામાં આવશે. જે નંબર જાહેર કર્યો છે તે 8758013433 છે અને તે નંબર ઉપર ફોટો/ વિડિયો, સરનામું, ડિજિટલ લોકેશન, મોકલવાના રહેશે. ત્યાર બાદ સંબંધિત વિભાગ દ્વારા લોકોની સમસ્યાને વહેલી તકે ઉકલેવામાં આવશે






Latest News