હૈયું હચમચાવી નાખે તેવો વિડીયો: ટંકારા પાસે કારે 8 થી 10 પલટી મારતા કારમાં બેઠેક 2 યુવાન 15 ફૂંટ ઊંચા ઉડીને બાહર ફેંકાયા, વિડીયો થયો વાયરલ વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE



































મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના કેસના આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ મોરબીની એડીશનલ સેસન્સ કોટૅ (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ)માં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં અરજદાર તરફે એડવોકેટ વિવેક કે. વરસડાએ ધારદાર દલીલ કરી હતી અને આરોપીને ખોટી રીતે ગુનામાં ફીટ કરી દેવામાં આવેલ છે. અને સાક્ષી કે પુરાવા સાથે હેમ્પર કે ટેમ્પર કરશે નહી. જે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ કોર્ટે દ્રારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી કે આરોપીએ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનું જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને ફરીયાદી સાથે શરીરસબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યો છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરી હતી અને આ આરોપીની એડીશનલ સેસન્સ કોર્ટે (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ) માં જામીન અરજી મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા મારફત  મૂકવામાં આવી હતી અને અરજીની સુનવણી થતા આરોપી પક્ષના એડવોકેટે કરેલ દલીલ અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટેના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલા તરફે એડવોકેટ તરીકે મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા, જય જે. કગથરા, રાહુલ બી. બસીયા, રાહુલ એન. ગોલતર તથા સહાયક તરીકે મનોજ ડી. ગરચર, યસ એ. મોરડીયા રોકાયેલા હતા.


















Latest News