એકતા અકબંધ: માળીયા (મી)ના મહેન્દ્રગઢ ગામે સર્વાનુમતે ઉપસરપંચની બિનહરીફ વરણી કરાઇ
મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા
SHARE









મોરબીમાં ચેક રિટર્નના કેસમાં આરોપીએ રકમ જમા કરવી છતાં કોર્ટે ફટકારી એક વર્ષની સજા
મોરબીમાં ચેક મુજબની રકમ આરોપી દ્વારા કોર્ટમાં જમા કરાવવા છતા આરોપીને એક વર્ષની કેદની સજા અને ફરીયાદીને બમણી રકમનું વળતર અપાવનો સિમાચિહનરૂપ હુકમ મોરબીની કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી કોર્ટ દ્વારા ચેક રીટર્નના ફોજદારી ફરીયાદમાં મહત્વનો અને દાખલારૂપ ચુકાદો આપવામાં આવેલ છે તે કેસની વકીલ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાએ, આરોપી મોરબીના વતની રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને વર્ષ ૨૦૧૫ માં, હાથ ઉછીની ૧૦ લાખ રૂપિયા આપેલ હતા. આ રકમમાંથી ૯.૬૦ લાખ પાછા આપવા માટે રોહિતભાઈ ઝાલાવાડીયાએ એક ચેક ફરીયાદીને આપેલ હતો જો કે, તે ચેક રિટર્ન થયો હતો. જેથી ફરીયાદીએ આરોપી રોહિતભાઈને નોટીસ આપી હતી અને આરોપીએ ફરીયાદીને ચેકની રકમ વસુલ ન આપતા મોરબી કોર્ટમાં ફોજદારી કેસ નાં. ૧૫૯૫/૨૦૨૧ થી દાખલ કરવામાં આવેલ હતો અને તે કેસ ચાલી જતા જજમેન્ટના તબકકે, આરોપી રોહિતભાઈએ, ચેકની બાકી નિકળતી રકમ ૯.૬૦ લાખ કોર્ટમાં જમા કરાવ્યા હતા જેની સામે ફરીયાદી દિનેશચંદ્ર વાડીલાલ વડોદરીયાના વકીલ ચિરાગ ડી.કારીઆએ સુપ્રિમ અને હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરેલ હતી કે, ચેકના નાણા કેસ દાખલ કર્યાના ચાર વર્ષ બાદ જજમેન્ટના તબકકે કોર્ટમાં જમા કરાવવાથી, ફરીયાદ ડીસમીસ થતી નથી કે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી શકાતા નથી, પરંતુ આરોપીને સજા કરવી જોઈએ તેમજ ફરીયાદીને થયેલ નાણાકીય નુકશાનનું યોગ્ય વળતર મળવું જોઈએ તેવી દલીલો કરી હતી. જેથી ફરીયાદ પક્ષે રજુ કરાયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલ વખતે રજુ કરાયેલ ચુકાદાઓને ધ્યાને લઈને મોરબીના મહે. ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યમલ મેજીસ્ટ્રેટ શ્રીમતી સી.વાય.જાડેજા મેડમે આરોપી રોહિતભાઈ જીવણભાઈ ઝાલાવાડીયાને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમથી બમણી રકમનું વળતર ૧૯.૨૦ લાખ ફરીયાદીને ચૂકવી આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપેલ છે. આ કેસમાં ફરીયાદ પક્ષે વકીલ તરીકે ચિરાગ ડી. કારીઆ તથા રવી કે.કારીયા રોકાયેલ હતા.

