મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના સરધારકા ગામે પ્રેમીની સાથે રહેતી પરિણીત મહિલાએ દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી: મહિલાનું મોત, બાળક સારવારમાં


SHARE









વાંકાનેરના સરધારકા ગામે પ્રેમીની સાથે રહેતી પરિણીત મહિલાએ દીકરાને ઝેરી દવા પીવડાવીને પોતે પણ ઝેરી દવા ગટગટાવી: મહિલાનું મોત, બાળક સારવારમાં

વાંકાનેરના સરધારકા ગામે વાડી વિસ્તારમાં યુવાન સામે પત્નીની જેમ રહેતી મહિલાને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી તે મહિલાએ પોતાના ત્રણ વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી હતી અને તે પોતે પણ ઝેરી દવા પી ગયેલ હતી જેથી તે મહિલાનું મોત નીપજયું છે. જો કે, બાળક હાલમાં સારવાર હેઠળ છે જો કે, મૃતક મહિલાના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા જે શખ્સની સાથે રહેતી હતી તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના ગાંગીયાવદર ગામે રહેતા રસાભાઈ વેલાભાઈ ડાભી (45)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રમેશ ધરમશીભાઈ ધરજીયા રહે. ગાંગીયાવદર તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના સરધારકા ગામે વાડી વિસ્તારમાં અશોકભા દરબારની વાડીએ આરોપી ફરિયાદીની દિકરી સુખુબેન ઉર્ફે ભાવુબેન (27)ને તેની પત્ની તરીકે સાથે રાખતો હતો અને ફરિયાદીની દીકરી સાથે ઝઘડો કરીને તેને દુઃખ ત્રાસ આપતો હતો જેથી ફરિયાદીની દીકરીએ પોતે ઝેરી દવા પી લીધી હતી અને તેના ત્રણ વર્ષના દીકરા કાર્તિકને પણ ઝેરી દવા પીવડાવી હતી જેથી સુખુબેનનું મોત નીપજ્યું હતું અને કાર્તિકને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઈકની ચોરી

મોરબી શહેરના જુના મહાજન ચોક પાસે આવેલ નીલકંઠ પ્લાઝા નજીક બક્ષી શેરી ખાતે રહેતા હાર્દિકભાઈ જનકરાઈ જાની (33) નામના યુવાને પોતાનું બાઈક નંબર જીજે 3 ઈડી 5135 ને પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 50,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે 




Latest News