ટંકારામાં એનડીપીએસના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીને ત્યાં ચેક કરવા ગયેલ સ્થાનિક પોલીસ ઉપર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
SHARE









ટંકારામાં એનડીપીએસના ગુનામાં અગાઉ પકડાયેલ આરોપીને ત્યાં ચેક કરવા ગયેલ સ્થાનિક પોલીસ ઉપર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
ટંકારામાં અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલા આરોપીને ત્યાં અવારનવાર પોલીસ ચેક કરવા માટે જતી હતી જેથી તે શખ્સ તથા તેની માતા અને તેના ભાઈ દ્વારા પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દો બોલીને અપમાનિત કરવામાં આવતા હતા અને રોડ ઉપર આવીને ટ્રાફિક કરતા હતા જેથી પોલીસ ટ્રાફિક ક્લીયર કરાવતી હતી ત્યારે પોલીસ ઉપર હુમલો કરીને તેની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી અને અપશબ્દો બોલીને જાહેરમાં પોલીસ કર્મચારીને અપમાનિત કર્યા હતા આટલું જ નહીં હવે મારા ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોઈ લઈશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા કર્મચારી દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા રમેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ (40)એ હાલમાં નિઝામ ઇબ્રાહીમભાઇ અમરોણીયા, તેની માતા જેતુનબેન ઈબ્રાહીમભાઇ અમરોણીયા અને ભાઈ કાસમ ઈબ્રાહીમભાઇ અમરોણીયા રહે. બધા ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે નિઝામ અમરોલીયા અગાઉ એનડીપીએસના કેસમાં પકડાયેલ હોય અવારનવાર પોલીસ તેના ઘરે ચેક કરવા માટે જાય ત્યારે અગાઉ નોંધાયેલ એનડીપીએસના કેસનો ખાર રાખીને પોતે તથા તેની માતા અને તેનો ભાઈ પોલીસને જેમ ફાવે તેમ બોલી અપશબ્દ કહી એકબીજાની મદદગારી કરતા હતા અને રસ્તા ઉપર દોડી જઈને વાહનોને અડચણ કરી ટ્રાફિક કરતા હતા જેથી તેને ટ્રાફિક ન કરવા માટે સમજાવ્યું હતું અને પોલીસ ટ્રાફિક ક્લીયર કરાવી રહી હતી ત્યારે ફરિયાદી સહિતના પોલીસ કર્મચારી સાથે જાહેરમાં બોલાચાલી કરી અપશબ્દો કહીને તેઓને અપમાનિત કર્યા હતા અને પોલીસની કાયદેસરની ફરજમાં દબાણ ઊભું કરીને રૂકાવટ કરી હતી અને ફરિયાદી તથા બીજા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો કરીને ઇજા અને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી તેમજ મારા ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોઈ લઈશ તેવી ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા પોલીસ કર્મચારી દ્વારા હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

