મોરબીમાં રહેતી મહિલાને કરિયાવર બાબતે પતિ અને સાસુ-સસરાનો ત્રાસ
SHARE









મોરબીમાં રહેતી મહિલાને કરિયાવર બાબતે પતિ અને સાસુ-સસરાનો ત્રાસ
મૂળ જૂનાગઢના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની પાછળના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાને તેના પતિ અને સાસરીયાઓ દ્વારા નાની નાની બાબતોમાં અને કરિયાવર ઓછો લાવી છો તેમ કહીને પરણીતાને મારફૂટ કરીને શારીરિક માનસિક ત્રાસ દેવામાં આવતો હતો જેથી તેણે મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ, સાસુ અને સસરા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આઓરપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ જૂનાગઢના રહેવાસી અને હાલમાં મોરબીના રવાપર ગામે ગોલ્ડન માર્કેટની પાછળ એકતા બી એપાર્ટમેન્ટના બ્લોક નંબર 401 માં રહેતા ફાલ્ગુનીબેન અલ્પેશભાઈ કૈલા (43)એ હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અલ્પેશભાઈ જેરાજભાઇ કૈલા, સસરા જેરાજભાઈ ગોવિંદભાઈ કૈલા અને સાસુ સવિતાબેન જયરાજભાઇ કૈલા રહે. બધા વિનાયક રેસીડેન્સી ડી-303 અક્ષર ટાઉનશિપની બાજુમાં ચોબારી રોડ જુનાગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, અવારનવાર નાની નાની બાબતોમાં તથા ઘરકામ બાબતે અને કરિયાવર ઓછો લાવી છો તેવું કહીને મેણાકોણા મારવામાં આવતા હતા અને તેના પતિને આરોપીઓ દ્વારા ખોટી ચડામણી કરતા મારકૂટ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ દેવામાં આવતો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે
વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માધાપરા વિસ્તારમાં રહેતો શૈલેષભાઈ કિશોરભાઈ પરમાર નામનો ૩૫ વર્ષનો યુવાન બાઇક લઈને ખાખરડા ગામ તરફથી મોરબી બાજુ આવતો હતો ત્યારે રસ્તામાં બાઈકની આડે અચાનક કૂતરું ઉતરતા વાહન સ્લીપ થઈ ગયેલ હોય ઇજા થતાં સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે હળવદના ડુંગરપુર ગામે રહેતા પરિવારનો અજય ધર્મેશભાઈ સુરાણી નામનો ૧૧ વર્ષનો બાળક રાણેકપર ગામથી હળવદ જતો હતો ત્યારે રસ્તામાં તેઓનું બાઈટ પલ્ટી મારી જવાના બનવામાં તેને ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.તેમજ વાંકાનેરમાં ધમાલપર ચોકડી વિસ્તારમાં આવેલ શક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે રહેતા શિવકુમાર યાદવ નામના ૪૨ વર્ષીય યુવાનને હસનપર ગામે કંઈક કરડી ગયેલ હોય તેને સારવાર માટે સીવીલે લાવવામાં આવ્યો હતો.જયારે મોરબીના પંચાસર રોડ ગીતા મિલ પાસે રહેતા ચેતનાબેન રમેશભાઈ કણજારિયા નામની ૧૮ વર્ષની યુવતીને શનાળા રોડ છોટાલાલ પેટ્રોલ પંપ પાસે ટુ-વ્હિલર સ્લીપ થવાના બનાવમાં ઈજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

