મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE









મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેણાક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની-મોટી કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 9080 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી ઘરે હાજર ન હોવાથી હાલમાં તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કન્યા છાત્રાલય રોડ ઉપર ચંદ્રેશનગરમાં કેતન ઉર્ફે કાનભા બારહટના ભાડાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની મોટી જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 37 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 9080 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કેતન ઉર્ફે કાનભા મહેન્દ્રદાન બારહટ રહે, વાવડી રોડ ગાયત્રીનગર મોરબી વાળા ની સામે ગુનો નોંધીને પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

22 બોટલ દારૂ

વાંકાનેરની જામસર ચોકડીથી ઓળ તરફ જવાના રસ્તા ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 22 બોટલ મળી આવતા પોલીસે 3,300 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રણજીતભાઈ ઉર્ફે રણો હીરાભાઈ વિજવાડીયા (23) રહે. ભીમગુડા રામજી મંદિર પાસે તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

400 લિટર આથો

માળીયા મિયાણા તાલુકાના નવી નવલખી ગામે રહેતા સુભાનભાઈ મોવરના કબજા ભોગવટા વાળી ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 400 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 10,000 રૂપિયા ની કિંમતનો આથો કબજે કર્યો હતો અને આરોપી સુભાનભાઈ આદમભાઈ મોવર (39) રહે, ન્યુ નવલખી તાલુકો માળિયા વાળાની ધરપકડ કરી તેની સામે માળિયા ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

120 લિટર આથો

વાંકાનેર તાલુકાના તીથવા ગામે ધાર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ જખાનિયાના ઘરની સામે ઝૂંપડામાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 120 લિટર આથો તથા 9 લીટર તૈયાર દેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી આવ્યો હતો જેથી 6650 ની કિંમતનો મુદ્દા માલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી પ્રેમજીભાઈ અજુભાઈ જખાનીયા (27) રહે, તીથવા ધાર લાલસાનગર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી તેની સામે ગુનો નોંધાયો છે




Latest News