હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
SHARE









હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
હળવદના સરા રોડ ઉપર સદભાવના સ્કૂલની સામે કાચા રસ્તા ઉપર જાહેરમાં પડેલ નંબર પ્લેટ વગરના એક્ટિવાને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે દારૂની 10 બોટલ તથા બિયરના 20 ટીન મળી આવ્યા હતા જેથી દારૂ-બિયરનો જથ્થો તથા વાહન મળીને 48,400 રૂપિયાની કિંમતના મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ગુનો નોંધી પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ હળવદના સરા રોડ ઉપર આવેલ સદભાવના સ્કૂલની સામે કાચા રસ્તે જાહેરમાં નંબર પ્લેટ વગરનું એકટીવા પડ્યું હતું જેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા દારૂની 10 બોટલો તથા 20 બિયરના ટીન મળી આવ્યા હતા જેથી 18,400 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ 30 હજાર રૂપિયાની કિંમતનું એકટીવા આમ કુલ મળીને 48,400 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યસ ઉર્ફે રાજ નાથાભાઈ સોનારા રહે. હાલ રઘુનંદન સોસાયટી સરા રોડ હળવદ મૂળ રહે. મયુર નગર વાળાની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
હળવદના રાયધ્રા ગામે રહેતા રાહુલભાઈ ચંદુભાઈ નંદેસરિયા નામના ૧૯ વર્ષના યુવાનને સમલી ગામ જતા રસ્તે બાઈક લઈને જતા વાહન સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ભચાઉ(કચ્છ) નજીકના આધોઈ ગામે રહેતા પ્રવીણભાઈ બાબુભાઈ ગોગરા નામના ૨૫ વર્ષના યુવાનને દવા પી ગયેલ હાલતમાં સામખીયાળી અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવેલ છે.તેમજ ટંકારાની લજાઈ ચોકડીથી હડમતીયા જતા રસ્તે કારની હળડફેટે ચડી જતા ઇન્દિરાબેન ધર્મેશભાઈ (૨૮) તથા સંગીતાબેન લાભુભાઈ (૩૩) ને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.

