હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ
મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત
SHARE









મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર જેપુર ગામની સામેના ભાગમાંથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની ઝડપે યુવાન ચડી ગયો હતો જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર રહેતા કાંતિભાઈ દેવજીભાઈ સરવૈયા (45) નામનો યુવાન કોઈ કારણોસર જેપુર ગામ પાસેથી પસાર થતાં રેલ્વે ટ્રેક ઉપર નવલખી ફાટકથી આગળના ભાગમાં રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી ગયો હતો જેથી તેને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી તે યુવાનનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
અજાણી કારના ચાલકે હડફેટે લેતા સારવારમાં
મોરબી તાલુકાના નીચીમાંડલ ગામે રહેતા સંગીતાબેન બચુભાઈ ગઢવાલ (31) અને બચુભાઈ કુકીયાભાઈ ગઢવાલ (32) નામના બે વ્યક્તિ નોકેન સિરામિક કારખાના પાસેથી જતાં હતા ત્યારે પગપાળા જઈ રહેલા બંને વ્યક્તિઓને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા આવી જ રીતે ઘૂટું રોડે આવેલ શ્યામ પાર્કમાં રહેતા જીલ લક્ષ્મણભાઇ પટેલ નામના વ્યક્તિને અજાણી કારના ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે.

