મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત
મોરબી નજીક કારખાનાના કવાટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું
SHARE









મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું
મોરબીના બેલા રોડ ઉપર આવેલ કંપનીના લેબર કવાર્ટરમાં રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યારબાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના બેલા રોડ ઉપર આવેલ લિફ્ટિંગ કંપનીમાં કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રાજેશભાઈ નાયકના પત્ની શાલીનીબેન નાયક (19)એ કોઈ કારણોસર ગઇકાલે સવારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવવાની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ.એસ. તિવારી ચલાવી રહ્યા છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો હોય મહિલાએ કયા કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબીમાં આવેલ પ્રભુ કૃપા ટાઉનશીપમાં અમૃતવન એપાર્ટમેન્ટમાં રહેતા શિલ્પાબેન જનકભાઈ જેઠલોજા (38) નામની મહિલાએ કોઈ કારણોસર ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સાયનાબેન સોહિલભાઈ જેડા (22) નામની મહિલાએ ઘરે હતી ત્યારે ત્યાં ફિનાઈલ પી લીધું હતું જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
મહિલા સારવારમાં
મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે રહેતા અંકિતાબેન અરવિંદભાઈ બારોટ (34) નામની મહિલાને પગે કોઈ જંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

