નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન મોરબી નજીક કારખાનાના કવાટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન


SHARE

















મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન

નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં FDP અંતર્ગત પહેલા સેશનમાં પ્રો.ડો. પ્રેરણા બૂચ એ ઉપસ્થિતિ આપી હતી.તેઓ હાલ K.S.N. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટ માં ફરજ બજાવી રહ્યા છે.તેમને બધા જ ફેકલ્ટીને પ્રોફેશનલ એટીકેટી વિશે માહિતી આપી હતી.તેમને પોતાના વકતવ્યમાં કઈ રીતે સારા મેનર્સ કેળવી શકાય અને તેનાથી આપણા અંગત જીવનમાં શું ફાયદો થાય તેમજ વિદ્યાર્થીઓ સાથે કઈ રીતે વર્તવું, કઈ રીતે વિદ્યાર્થી આપણને સરળતાથી સમજી શકે, આપણે માત્ર એક જ નથી પણ આપણે ઘણા બધા લોકો સાથે સંકળાયેલા છીએ વગેરે જેવી ખૂબ જ જરૂરી વાતો શીખવી હતી

આ પ્રોગ્રાનાં બીજા સેશનમાં ડો. અર્જુન દવે ઉપસ્થિત રહ્યાં હતા.તેમણે બધા જ પ્રોફેસરને NEP-2020 વિશે માહિતી આપી હતી.તેનું બંધારણ કઈ રીતે થયું, તે આપણને કઈ રીતે ઉપયોગી છે, અને આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ ? તેમજ તેઓએ બધને સમજાવ્યું કે કોઈ પણ કોઈને શીખવી શકતા નથી શીખવાનું કામ જાતે કરવું પડે છે. અને તે પ્રોસેસમાં આપણાથી વિદ્યાર્થીઓને કઈ રીતે ઉપયોગી થવાય, બ્લુમ ટેકસોનોમી ની જરૂરી માહિતી પણ આપી હતી.તેમજ મેન્ટરીંગ, ઓરિએન્ટેશન અને એસેસમેન્ટ વિશે પણ ખૂબ ઊંડાણપૂર્વક સમજાવ્યું હતુ.સંપૂર્ણ કાર્યક્ર્મ નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયાના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે, ઉપયોગી નીવડે તે રીતે પૂર્ણ થયો હતો.






Latest News