નશાખોરનો આતંક: મોરબીના સનાળા પાસે ડમ્પરના ચાલકે સર્જ્યો અકસ્માત: કન્ટેનર-કારમાં નુકસાન મોરબીનો ઘોડાધ્રોઇ ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતાં એક દરવાજા ખોલ્યો: 10 ગામને એલર્ટ કર્યા મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત મોરબી નવયુગ ગ્રુપ ઓફ કોલેજના તમામ પ્રોફેસરો માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનારનું આયોજન મોરબી નજીક કારખાનાના કવાટરમાં પરિણીતાએ કોઈ કારણોસર જીવન ટૂંકાવ્યું મોરબીના જેપુર ગામ નજીક રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની હડફેટે ચડી જતાં યુવાનનું મોત હળવદમાં રેઢા પડેલા એક્ટિવામાંથી 10 બોટલ દારૂ-20 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીના ચંદ્રેશનગરમાં ઘરમાંથી 37 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: જામસર ચોકડીએથી 22 બોટલ દારૂ સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત


SHARE

















મોરબીના ટીંબડી પાસે પાણીના નાળામાં ડૂબી જતા બે વર્ષના બાળકનું મોત

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલા ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ કારખાનાની પાછળ વરસાદી પાણીના નાળામાં ડૂબી જવાથી બે વર્ષના બાળકનું મોત નિપજેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક આવેલા અશ્વમેઘ હોટલની પાછળ આવેલ ઓએસીસ સિરામિકના લેબર ક્વાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારનો લકી મનકરભાઈ વસોનીયા નામનો બે વર્ષનો બાળક કારખાનાની પાછળ આવેલા વરસાદી પાણીના નાલામાં કોઈ કારણોસર ડૂબી ગયો હતો.જેથી તેનું મોત થયેલ હોય ડેડબોડીને પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યું હતું.આ બનાવ અંગે એડી દાખલ કરીને બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઇજા
મોરબીના માળીયા હાઇવે અશ્વમેઘ હોટલ પાસે અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં કેતનભાઇ કાનજીભાઈ અઘેરા (ઉંમર ૫૦) રહે.સુરત ને ઇજા થતા અત્રે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તેમજ મોરબીના ફાટસર ગામે રહેતા સામતભાઈ રમેશભાઈ નાયક નામના ૩૦ વર્ષના યુવાનને અને માળિયાના જૂના ઘાંટીલા ગામે સુમિત રવજીભાઈ અગેચાણીયા નામના સાત વર્ષના બાળકને સાપ કરડી ગયેલ હોય સિવિલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

મહિલા સારવારમાં
હળવદના દીઘડીયા ગામે રહેતા ગૌરીબેન વાલજીભાઈ પરાડિયા નામના ૩૧ વર્ષીય મહિલા ગામમાં આવેલ ઘનશ્યામ વિદ્યામંદિર પાસેથી જતા હતા ત્યાં રિક્ષાના વ્હીલમાં સાડી ફસાઈ જતા નીચે પડી ગયા હોય ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા. જ્યારે વજેપર પ્રાથમિક શાળા પાસે રહેતા હાર્દિક રામજીભાઈ પરમાર નામના ૧૯ વર્ષના યુવાનને શનાળા રોડ બુટાની વાડી નજીક બાઇકમાંથી પડી જવાના બનાવમાં ઈજા પામેલા હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.તેમજ વાંકાનેરના વાંકિયા ગામે રહેતા આસીબેન ઈબ્રાહીમભાઇ માથકીયા નામના ૬૪ વર્ષીય વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે પડી જતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબી જીઆઇડીસી ચિત્રકૂટ સોસાયટી વિસ્તારમાં રહેતા ક્રિશાંત ધર્મેન્દ્રભાઈ મહેતા નામનો ૧૪ વર્ષના બાળક બાઈક પાછળ બેસીને જતો હતો ત્યારે નવા બસ સ્ટેશન પાસે પડી જતા ઈજા પામતા સારવારમાં અત્રેની ઓમ ઓર્થોપેડીક હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો.તેમજ બાદનપર (અમરાપર) ના રહેવાસી ધનીબેન નિલેશભાઈ કણજારિયા નામની ૨૫ વર્ષીય મહિલા બાઇકમાં બેસીને વાવડી ગામે ભાઈના ઘર બાજુ જતા હતા ત્યારે બગથળા નજીક વાહન અકસ્માતમાં ઇજા પામતા સારવાર માટે આયુષમાં લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી સર્કિટ હાઉસ પાસે થયેલ મારામારીમાં ઈજા થતાં શિવમ ઘનશ્યામભાઈ પટેલ (૨૯) રહે.કર્મયોગી સોસાયટી અલાપ રોડ મોરબી ને સારવાર માટે સિવિલે લઇ જવામાં આવ્યો હતો.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News