મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે અકસ્માતમાં બે લોકોને ઇજા
SHARE









મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે અકસ્માતમાં બે લોકોને ઇજા
મોરબીના શનાળા રોડ સમયના ગેઇટ પાસે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં બોલેરોના ચાલકે બાઇકને હડફેટે લેતા નટવરભાઈ દેવજીભાઈ દલવાડી (૫૩) અને લલિતાબેન નટવરભાઈ (૪૭) રહે.બંને મકનસર ને ઈજા થતા સારવાર માટે લઈ જવાયા હતા.જ્યારે મોરબીના માધાપરા શેરી નંબર-૨૪ માં રહેતા સુરેશભાઈ ગોકળભાઈ ભરવાડ નામના ૩૮ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઇજા થવાથી સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના અણીયારી રોડ ઉપર આવેલ રાઘવ પેટ્રોલ પંપ ખાતે રહેતા રમેશભાઈ પસાભાઈ રબારી નામના ૨૩ વર્ષના યુવાનને પંપ નજીક બાઇક તથા ટ્રક અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે અત્રેની ખાનગી સાગર ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.
ઊંચાઈએથી પડી જતા
મોરબીના ધરમપુર નજીક હિના પેટ્રોલ પંપની પાછળ ફોનીક કલરમાં કામ દરમિયાન ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ નામનો ૪૦ વર્ષનો યુવાન ઊંચાઈએથી નીચે પડી ગયો હોય ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જયાં સારવાર દરમિયાન તેનું મોત થયુ હતુ.જ્યારે અમદાવાદના બાપુનગરમાં આવેલ ભાવના સોસાયટીમાં રહેતા બીપીનભાઈ ગોરધનભાઈ પટેલ નામના ૪૧ વર્ષના યુવાનને અહીંના જેતપર-પાવરીયાળી વચ્ચે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજા થવાથી સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને ખાખરાળા ગામે આવેલ નકલંગ સોસાયટી વિસ્તારમાં રહેતા ડાયાભાઈ હરખાભાઈ બાવરવા નામના ૮૦ વર્ષના વૃદ્ધ બાઈક પાછળ બેસીને જતા સમય પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
મારામારીમાં ઈજા થતાં સારવારમાં
મોરબી જુના બસ સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા સલમાબેન આરીફભાઇ કટિયા નામની ૨૪ વર્ષીય મહિલાને મારામારીમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના પાનેલી ગામે મંદિરવાળી શેરીમાં રહેતા જયેશ નરશીભાઈ ચાવડા નામનો ૩૩ વર્ષનો યુવાન ગામ નજીકથી બાઈકમાં જતો હતો ત્યારે રસ્તામાં ગાય આડી ઉતરતા પડી જતા હોસ્પિટલે સારવારમાં લઈ જવામાં આવ્યો હતો.તેમજ મોરબીના આમરણ ગામે રહેતા હીરીબેન દિનેશભાઈ ગમારા નામની ૩૭ વર્ષની મહિલાને સિમ વિસ્તારમાં ઢોરને નિરણ નાંખવા જતા સમયે વીંછી કરડી જતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
માટેલ અકસ્માત
માટેલ પાસે આવેલ અમરધામ નજીક રોડ સાઈડમાં ઉભેલા રાજેશ રામનાથ પાલ (૨૮) રહે.મૂળ યુપી હાલ મોરબી ને રીક્ષા ચાલકે ટક્કર મારતા ઈજા થતા સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે ટંકારાના ધ્રુવનગર પાસે થયેલા અકસ્માત બનાવમાં મનીષભાઈ કરશનભાઈ ટીંગાણી (૫૦) રહે.જામનગર નામના આધેડને ૧૦૮ વડે સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના માળીયા હાઇવે નવી ટીંબડી નજીક આવેલા આનંદ હોટલ પાછળ રહેતા સુરેશભાઈ ચંદુભાઈ સોમાણી પાટીદાર ટાઉનશીપ પાસે પાણીપુરી ખાતા હતા તે સમયે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ધોકા અને પાઇપ વડે માર મારવામાં આવ્યો હોય સારવાર માટે લઈ જવાયા હતા.

