મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીના માળિયા ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













મોરબીના માળિયા ફાટક પાસે અજાણ્યા વાહનના ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા ભારે વાહનના ચાલકે હડફેટે લેતા ઘટના સ્થળે જ યુવાનનું કમકમાટી ભર્યું મોત નિપજયુ હતું. 

આ અંગે વધુમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તરપ્રદેશના ઇટાવાનો રહેવાસી અને હાલ મોરબીના શનાળા-કંડલા બાયપાસ ગોકુલધામ સોસાયટી ખાતે રહી અહીં કામકાજ કરતો ઈશુભાઈ શ્યામસિંગ યાદવ નામનો ૩૦ વર્ષનો યુવાન ગત તા.૧૫-૭ ના રોજ મોડી સાંજે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ભંડારો યોજાયો હોય ત્યાં કામ કરવા અને જમવા ગયો હતો અને જમીને પરત તે શનાળા બાજુ જતો હતો.ત્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે આવેલા શિવ કોમ્પલેક્ષ નજીક અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લીધો હતો અને અજાણ્યુ વાહન તેના પેટના ભાગે ફરી વળતા ગંભીર ઇજાઓ થવાથી ઈશુભાઈ શ્યામસિંગ યાદવ (૩૦) નામના મૂળ ઉત્તરપ્રદેશના યુવાનોનું મોત થયુ હતું.આ બનાવ અંગે ફોન વડે અવનિશભાઈ બિરબલસિંહ યાદવ રહે.કંડલા બાયપાસ ગોકુલધામ સોસાયટીએ પોલીસને જણાવ્યું હતું કે તેના ભાઈના શાળા ઈશુભાઈ યાદવનું અકસ્માત બનાવમાં મોત નિપજયુ છે જેથી હાલ બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

યુવાન સારવાર

ટંકારાના નસીતપર ગામના ધર્મેન્દ્રભાઈ ગોરધનભાઈ ઝાલરીયા નામના ૪૬ વર્ષના યુવાનને ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો તે મોરબી-રાજકોટ હાઇવે ઉપર આવેલા અજંતા ક્લોક પાસેથી બાઈકમાં જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઇ જતા અકસ્માત બનાવ બન્યો હતો.જ્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામે અજાણ્યા ગાડીવાળાએ ટક્કર મારતા રવજીભાઈ જીવાભાઇ આહીર (૫૨) રહે.અંજાર કચ્છ ને ઇજા થવાથી અત્રેની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ વાંકાનેરના રાતાવિરડા રોડ ઉપર પેથોસ સીરામીક સામેથી બાઈકમાં જતા સમયે અજાણ્યા વાહન સાથે અથડામણ થતા સરોજબેન હિતેશભાઈ વાટુકિયા (૩૨) રહે.દિગસર મુળી સુરેન્દ્રનગરને ઇજાઓ થતા સારવાર માટે મોરબી લઈ જવામાં આવ્યા હતા.

મારામારીમાં ઇજા

મોરબી મકરાણીવાસ વિસ્તારમાં ઘરે મારામારીમાં ઈજા થતા ઈરફાન ઈબ્રાહીમ બ્લોચ નામના ૪૦ વર્ષના યુવાનને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના રેલ્વે સ્ટેશન નજીક ફૂટપાથ ખાતે રહેતા સાબીર દાઉદભાઈ સુમ્બોડીયા નામના ૪૫ વર્ષના યુવાનને રેલ્વે સ્ટેશનના ગેઇટ પાસે મારામારીમાં ઈજા થતાં સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ એસપી રોડના ખૂણા પાસે બાઇકની આડે અચાનક ખૂંટયો આડો ઉતરતા બાઈકમાંથી પડી જતા ભાવિન રાણાભાઇ અજાણા (૨૬) રહે.લીલાપર રોડ નામના યુવાનને સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે સુપર ટોકીઝ પાસે બાઇક સ્લીપ થવાના બનાવમાં આદિત્યસિંહ ઉદયસિંહ ચૌહાણ (૧૦) રહે.અમૃતપાર્ક સેન્ટ મેરી પાસે નવલખી રોડને ઇજા પામેલ હાલતમાં અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વૃદ્ધ સારવારમાં

મોરબીના સરદારનગર વિસ્તારમાં રહેતા શિવલાલભાઇ દેવજીભાઈ મેરજા નામના ૭૨ વર્ષના વૃદ્ધ બાઈકમાં બેસીને છાત્રાલય રોડ ઉપરથી જતા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબી આલાપ રોડ સતાધાર પાર્કમાં રહેતા પરિવારનો હાર્મીન પંકજભાઈ કકાસણીયા નામનો પાંચ વર્ષનો બાળક બાઇક પાછળ બેસીને જતો હતો ત્યારે આલાપ રોડ ઉપર મંદિર નજીક બાઇકમાંથી પડી જતા તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ ટંકારાના હડબટીયાળી ગામે રહેતા ગંગારામભાઈ હરજીભાઈ નામનો ૩૩ વર્ષનો યુવાન ગામમાં વાડી વિસ્તારમાંથી જતો હતો ત્યારે બાઈક સ્લીપ થઈ જતા તેને પણ સારવાર માટે આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો અને ટંકારાના ઓટાળા નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં સંજય શામજીભાઈ થરેસા (૨૬) રહે.નવા સાદૂરકા ને સારવારમાં ઓમ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.




Latest News