મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને યુવાને કરેલ આપઘાતના ગુન્હામાં આરોપીનો જામીન પર છુટકારો તેરા તુજકો અર્પણ: વાંકાનેરમાં લોકોના 11 મોબાઈલ ફોન શોધી કાઢીને ડીવાયએસપીની હાજરીમાં પરત અપાયા મોરબીના મહેન્દ્રનગર ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ હૃદય, ફેફસા, કીડની ડેમેજ તેમજ આતરડામાં એક સાથે લાગુ પડેલા જટિલ અને ગંભીર રોગોની સફળતાપૂર્વક સારવાર કરતા આયુષ હોસ્પિટલના ડો.સત્યજીસિંહ જાડેજા વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે નિયમિત રીતે એસટીની બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓએ કર્યો ચક્કાજામ: ત્રણ કલાકે અધિકારી આવ્યા !


SHARE

















મોરબીના મહેન્દ્રનગર ગામે નિયમિત રીતે એસટીની બસ આવતી ન હોવાથી વિદ્યાર્થીનીઓએ કર્યો ચક્કાજામ: ત્રણ કલાકે અધિકારી આવ્યા !

મોરબીના મહેન્દ્રનગર ગામેથી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરવા માટે મોરબીની શાળા અને કોલેજોમાં આવતી હોય છે પરંતુ તેઓને સવારે અને બપોરના સમયે શાળા અને કોલેજે આવા જોવા માટે નિયમિત રીતે બસો મળતી નથી જેથી કરીને આજે વિદ્યાર્થીનીઓ દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને ત્રણ કલાક સુધી રસ્તો ચક્કાજામ રાખવામાં આવ્યો હતો જેથી એસટી વિભાગના જવાબદાર અધિકારીએ સ્થળ ઉપર આવ્યા હતા અને એસટી બસ તેઓને નિયમિત મળશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.

મોરબી શહેર અને જિલ્લામાં જાણે કે સુવિધાઓ માટે ચક્કાજામ કરવો અનિવાર્ય બની ગયું હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીમાં પ્રાથમિક સુવિધાઓ માટે ચક્કાજામ થયા હતા ત્યારબાદ હળવદ અને વાંકાનેરમાં પણ પ્રાથમિક સુવિધા માટે ચક્કાજામ કરવામાં આવ્યો હતો ત્યારબાદ આજે મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે વિદ્યાર્થીનીઓ દ્વારા એસટી બસની સુવિધા માટે રસ્તો ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને તે લોકો દ્વારા અગાઉ એક નહીં પરંતુ અનેક વખત મોરબીના એસટી ડેપો મેનેજરને લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી અને તેઓને સવારે શાળા કોલેજે જવા માટે તથા બપોરે છૂટે ત્યારબાદ ઘરે આવવા માટે થઈને નિયમિત રીતે બસ મળે તે માટે વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી હતી

પરંતુ તેઓની માંગને ધ્યાનમાં રાખીને કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હતા અને વિદ્યાર્થીનીઓ જો ઉપરના ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી બસમાં ચડવા જતી હોય તો તેઓને અપશબ્દ કહેવામાં આવે, બસમાં ચડવા ન દેવામાં આવે, બસ ઉભી રાખવામાં ન આવે આવી ઘટનાઓ છેલ્લા સમયમાં બની હતી જેથી રોષે ભરાયેલ વિદ્યાર્થીનીઓ દ્વારા આજે સવારે 7:00 વાગ્યાથી મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો અને લગભગ ત્રણ કલાક એટલે કે 10:00 વાગ્યા સુધી ચક્કાજામ રાખવામાં આવ્યો હતો અને ત્યારે એસટી વિભાગના જવાબદાર અધિકારી અને કર્મચારી ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓને સવારે તથા બપોરે નિયમિત રીતે એસટીની બસ મળે તેના માટેની વ્યવસ્થા કરવામાં આવશે તેવી લેખિતમાં બાહેંધરી આપી હતી. ત્યારબાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો

અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારમાં આવતું હોવાના કારણે ગામની વિદ્યાર્થીનીઓને મોરબીની શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે થઈને આવું હોય તો માત્ર પાંચ રૂપિયાનો તેઓનો મંથલી પાસ નીકળતો હતો પરંતુ હવે મહાનગરપાલિકામાં મહેન્દ્રનગર ગામનો સમાવેશ થયો છે જેથી સાડા ચારસો રૂપિયાનો પાસ તે લોકોને મોરબીની શાળા કોલેજમાં અભ્યાસ કરવા માટે થઈને આવું હોય તો લેવો પડે છે અને તે લોકોએ એસટી બસનો પાસ મેળવ્યો હોવા છતાં પણ એસટી બસ નિયમિત આવતી ન હોવાથી અથવા તો ઉપરથી આવતી બસ ઊભી રાખવામાં આવતી ન હોવાના કારણે તેઓને એસટી બસનો પાસ લેવા માટે કરેલા ખર્ચાનું વળતર મળતું નથી અને વાલીઓને ના છૂટકે પોતાના ખાનગી વાહનોમાં તેમના સંતાનોને મોરબીની શાળા કોલેજમાં મૂકવા જવું પડે આવો ઘાટ સર્જાતો હતો જેથી કરીને રોષે ભરાયેલ વિદ્યાર્થીનીઓ, તેના વાલીઓ અને ગ્રામજનો દ્વારા વિદ્યાર્થીનીઓને એસટી બસની નિયમિત રીતે સુવિધા મળે તેના માટે થઈને આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો જેથી મહેન્દ્રનગર ગામ પાસેથી પસાર થતા મુખ્ય માર્ગ ઉપર બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા






Latest News