વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
SHARE









વાંકાનેર, ટંકારા અને હળવદ પોલીસે બે દિવસમાં દેશી-વિદેશી દારૂના ૪૪ કેસ કર્યા: ૧૮.૨૦ લાખનો મુદામાલ કબ્જે
મોરબી જીલ્લાના વાંકાનેર વિભાગના પોલીસ સ્ટેશનોમા પ્રોહીબીશન અંગે કોમ્બીંગ રાખવામાં આવ્યું હતું દરમ્યાન પ્રોહીબીશનના ૪૪ કેસો શોધી કાઢવામાં આવ્યા હતા અને ૧૮,૨૦,૪૨૫ નો મુદામાલ પોલીસે કબ્જે કરેલ છે.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી અને ડીવાયએસપી એસ.એચ.સારડાની સૂચના મુજબ વાંકાનેર વિભાગના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના વધુને વધુ કેસો શોધી કાઢવા માટે ટિમ કામ કરી રહી હતી તેવામાં તા ૧૮ થી ૨૦ સુધીમાં કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન કુલ ૪૪ જેટલા પ્રોહીબીશનના સફળ કેસો શોધી કાઢવામા આવ્યા હતા. જેમાં વાંકાનેર સીટીના ૧૧, વાંકાનેર તાલુકાના ૧૩, ટંકારા તાલુકાના ૮ અને હળવદ તાલુકાના ૧૨ કેસોનો સમાવેશ થાય છે.
વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, વાંકાનેર સીટી પોલીસે દેશી દારૂ ૭૨૧ લીટર જેની કિંમત ૧,૪૪,૨૦૦ તથા ઇગ્લીશ દારૂની ૫૯ બોટલો જેની કિંમત ૭૯,૯૦૦, વાંકાનેર તાલુકા પોલીસે દેશી દારૂ ૧૦૩ લીટર જેની કિંમત ૨૦,૬૦૦ તથા આથો બીટર ૨૦૨૫ જેની કિંમત ૪૪,૭૨૫ તથા ઈગ્લીશ દારૂની ૧૧૭૪ બોટલો જેની કિંમત ૧૫,૦૦,૯૦૦, ટંકારા પોલીસે દેશી દારૂ ૫૦ લીટર જેની કિંમત ૧૦,૦૦૦ તથા ઇંગ્લીશ દારૂની ૧ બોટલ, હળવદ પોલીસે દેશી દારૂ ૧૦૦ લીટર જેની કિંમત ૨૦,૦૦૦ નો મુદમાલ કબ્જે કરેલ છે. આમ જુદાજુદા કુલ ૪૪ કેસમાં ૧૮,૨૦,૪૨૫ નો મુદામાલ કબ્જે કરેલ છે.

