મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ


SHARE













મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ

મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સર્વત્ર ઉમાશંકર અંતર્ગત કવિ શ્રી ઉમાશંકર જોશીની ૧૧૪મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. અને કોલેજના સેમિનાર હોલ ખાતે કાર્યક્રમનો આરંભ વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના સંયોજક ડો.રામભાઈ વારોતરીયાએ અકાદમીના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી. અને વક્તા ડો. સતીશભાઈ ડાંગરે ઉમાશંકર જોશીની એકાંકીઓ વિશે રસાળ શૈલીમાં પોતાનું તજજ્ઞ વક્તવ્ય આપેલ હતુ. મોરબીના જાણીતા કવિ લેખક સંજય બાપોદરીયાએ ઉમાશંકર જોશીની કાવ્ય સૃષ્ટિ અંતર્ગત  ઉત્તમ કવિતાઓ રજૂ કરી હતી. તો કાર્યક્રમ પ્રિન્સિપાલ પ્રા. કે.આર.દંગીના અધ્યક્ષ સ્થાન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ પરિવાર તથા મોરબીના સાહિત્ય રસીકો ઉપસ્થિત રહેલ હતા આ કાર્યક્રમની આભાર વિધિ ડો.રેખાબેને કરી હતી. અને કાર્યક્રમનું સંચાલન ડૉ.કવિતાબા ઝાલાએ કર્યું હતું. 




Latest News