મોરબીની યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં કવિ ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઇ
મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે
SHARE









મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે
મોરબીમાં અવારનવાર સગીરાની પજવણી કરી છેડતી કરવામાં આવતી હતી જેથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પાસા હેઠળ પકડીને સુરતની લાજપોર જેલ હવાલે કરેલ છે.
મોરબી શહેરમાં મહિલાઓની છેડતી અને પજવણી કરતા ઈસમોની અસામાજિક પ્રવૃતિને ડામવા એ ડીવીઝન પીઆઈ દ્વારા સગીરાની પજવણી કરી છેડતી કરનાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપી ઈરફાન અલીભાઈ માણેક (20) રહે. વિસીપરા મોરબી વાળાની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું અને જેથી આ શખ્સને પાસા હેઠળ પકડીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.

