મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે
મોરબીના નીચીમાંડલ ગામ પાસે અજાણી કારના ચાલકે બે બાઇકને હડફેટે લીધા: દંપતી સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં
SHARE









મોરબીના નીચીમાંડલ ગામ પાસે અજાણી કારના ચાલકે બે બાઇકને હડફેટે લીધા: દંપતી સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં
મોરબીના નીચીમાંડલ ગામ પાસે અજાણી કારના ચાલકે બે બાઈકની હડફેટે લીધા હતા જેથી કરીને દંપતી સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા થયેલ હતી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવમાં ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આઈટીઆઈની બાજુમાં શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા જીલભાઈ લખમણભાઇ પટેલ (19) નામના યુવાને કાળા કલરની અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ નીચીમાંડલ ગામની સીમમાં આવેલ મોમાઈ કોમ્પ્લેક્સ સામેથી ફરિયાદી પોતાનું બાઈક નંબર જીજે 9 કયું 2105 લઈને વાંકડા રોડ પરથી પોતાની હોટલે જતા હતા દરમિયાન તા 19 ના રોજ રાત્રિના સવા આઠ વાગ્યાના અરસામાં અજાણી કાળા કલરની કારના ચાલકે પહેલા બાઈક નંબર એમપી 45 ઝેડએ 8596 ને હડફેટે લીધું હતું જેથી તે બાઈક ઉપર જઈ રહેલ દંપતિ બચુભાઈ કુકીયાભાઈ ગઢવાલ (32) અને સંગીતાબેન બચુભાઈ ગઢવાલ (31) ને ઈજા થઈ હતી તેવી જ રીતે ફરિયાદીના બાઈકને હડફેટે લેતા તેને જમણા પગે, કમર અને થાપામાં ફ્રેક્ચર જેવી ઇજા તેમજ શરીરે ઇજાઓ થઈ હતી જેથી ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ રહી ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણી કારના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

