મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડમાં શાંતાબેન પરમાર સહિત બે આરોપીની ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ મોરબીના સનાળા ગામે વેપારી પાસેથી 3.50 લાખની લૂંટ કરનાર આરોપીની રોકડ રકમ સાથે ધરપકડ બાકી લેણાની રકમ વસૂલવા વધુ એક સંગઠન સિરામિક એકમો સામે મેદાને: મોરબી સ્પ્રેડાયર એસો.નો રો-મટિરિયલ્સ એસો.ને સંપૂર્ણ ટેકો મોરબીના નવલખી પોર્ટે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિન ઉજવાયો મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે મોરબીમાં સુધારા શેરીમાં વન સાઈડ પાર્કિંગ માટે જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુ ઉપર પ્રવેશબંધી


SHARE















મોરબી જિલ્લામાં નવલખી બંદર સહિત કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુ પર પ્રવેશબંધી

મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં નાના-મોટા કુલ આઠ ટાપુઓ આવેલ છે, જે ટાપુઓ ઉપર માનવ વસાહત અસ્તિત્વમાં ન હોવાથી, આ ટાપુઓમાં કોઇપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિ કે ઘુષણખોરી ન થાય તેમજ સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે હેતુથી દરીયાઇ ટાપુઓને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબી જિલ્લાના નવલખી બંદર વિસ્તાર તથા કોસ્ટલ વિસ્તારમાં માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન હેઠળ આવેલ મામલીયા ટાપુ (૩.૦ નોટીકલ માઇલ્સ), મુર્ગા ટાપુ (૧.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૧ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૨ (૫.૮ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૩ (૬.૧ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૪ (૫.૩ નોટીકલ માઇલ્સ), અનનેમ ટાપુ-૫ (૪.૮ નોટીકલ માઇલ્સ) અને  અનનેમ ટાપુ-૬ (૫.૧ નોટીકલ માઇલ્સ) સહિત કુલ ૮ ટાપુઓ ઉપર કોઇપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરવી નહી કે ઘુષણખોરી કરવી નહી, સુરક્ષાને લગતા કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તેવું કોઇ કૃત્ય કરવું નહી. આ ટાપુઓ ઉપર કોઇ વ્યકિતએ પ્રવેશવું નહી તથા બોટને લાંઘવાની પ્રવૃતિ નહીં કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામુ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના સુરક્ષા દળ, ફોરેસ્ટ વિભાગ, મહેસુલ વિભાગ, લેન્ડ રેકર્ડસ તથા ફિશરીઝ વિભાગના અધિકૃત અધિકારી/ કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે તેમજ આ જાહેરનામાના ભંગ બદલ ફરીયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારોઓને અધિકૃત કરવામાં આવે છે. આ જાહેરનામુ તા.૨૧/૯/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.






Latest News