મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે
SHARE








ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં કાલે મોરબી એસપી કચેરીમાં લોક દરબાર યોજાશે
રાજ્યના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી કાલે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે કચ્છથી મોરબી આવશે અને ત્યાર બાદ મોરબીમાં એસપી કચેરી ખાતે લોક દરબારનો કાર્યક્રમ યોજાશે.
રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી તા. ૨૪ ને ગુરુવારે કચ્છ અને મોરબી જિલ્લાના પ્રવશે આવી રહ્યા છે ત્યારે પહેલા કચ્છના ગાંધીધામ તાલુકાના શીણાય પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ વિભાગના વિવિધ ઉદ્ઘાટન અને ખાતમુર્હતના કાર્યક્રમમાં હાજરી આપશે ત્યાર બાદ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લોક દરબાર યોજાશે ત્યાર પછી બપોરે ૧:૪૫ કલાકે હર્ષ સંઘવી ભચાઉના લાકડિયા ખાતે સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેક્ટ પ્રા.લી. કંપની ખાતે નાર્કોટિક જથ્થાના નાશ માટે જશે અને પછી સાંજે ૫: કલાકે તેઓ મોરબી આવી રહ્યા છે અને અને ત્યારે મોરબીની એસપી કચેરી ખાતે લોક દરબાર યોજાશે જેમાં ગૃહમંત્રી લોકોના પ્રશ્નો સાંભળશે. તેવુ જાણવા મળ્યું છે.

