મોરબીના પાનેલી ગામે તળાવના નવીનીકરણની યોજના મંજુર: સામાકાંઠામાં પાણીની સમસ્યાનો ઉકેલાશે
મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો
SHARE








મોરબી જીલ્લામાં વિદ્યાર્થીઓને નિયમિત બસ માટે ડેપો મેનેજરને કરાઇ રજૂઆત: ત્રાજપર-કોઠારીયામાં ભાજપના ગઢમાં ગાબડું કરતાં આપના આગેવાનો
મોરબીના મહેન્દ્રનગર ગામના વિદ્યાર્થીઓ દ્વારા સવારે રસ્તા રોકો આંદોલન કરી અને પોતાની માગણી રજૂ કરવામાં આવેલ હતી આ સમયે વિદ્યાર્થીઓને સમર્થન આપવા માટે થઈ મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી પ્રભારી પંકજભાઈ રાણસરિયા ત્યાં પહોંચેલ હતા અને વિદ્યાર્થીઓના કહેવા મુજબ આસિસ્ટન્ટ ડેપો મેનેજરને ત્યાં રૂબરૂ બોલાવી લેખિતમાં બાંહેધારી લેવામાં આવેલ હતી
ત્યારબાદ મોરબી જિલ્લાના જેટલા પણ વિદ્યાર્થીઓ ગામડેથી અપડાઉન કરતા હોય તેમના માટે થઈ અને અલગ અલગ ગામની જેટલી પણ સમસ્યાઓ હોય તેમનું નિવારણ કરવા માટે થઈને લેખિતમાં આપીને ડેપો મેનેજર સાહેબ સાથે મીટીંગ ગોઠવી અને ત્વરિત ધોરણે તમામ નિવારણો થાય એવી માંગ કરવામાં આવી આ સમયે જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ ,જીલ્લા પ્રભારી પંકજ રાણસરિયા, દિવ્યેશ મગુનીયા, રમેશ સદાતિયા હાજર રહિયા હતા.
ત્રાજપર વિસ્તારમાં ભાજપના ગઢમાં ગાબડું
આમ આદમી પાર્ટી દ્વારા હાલમા સદસ્યતા જોડો અભીયાન તેમજ લોક જાગૃતિ અભિયાન ચલાવવા મા આવી રહ્યું છે દરમ્યાન મોરબીના વોર્ડ નંબર -૪ તેમજ ત્રાજપર વિસ્તારમાં મીટીંગનું આયોજન કર્યું હતું અને ત્યારે જીલ્લાના પ્રભારી પંકજભાઈ રાણસરિયા તેમજ જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે દીપકભાઈ ગણેસિયા તેમજ તેમના ૫૦ થી વધુ યુવાન મીત્રો આમ આદમી પાર્ટીમા જોડાયા હતા
વાંકાનેરના કોઠારીયા ગામના લોકો આપમાં જોડાયા
ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી વાંકાનેર ટીમ દ્વારા કોઠારીયા ગામે મિટિંગ કરી હતી અને ત્યારે કોઠારીયા ગામ લોકો ઉત્સાહ ભેર આપ પાર્ટીમાં જોડાયા હતા જેમાં કોબીયા હંસરાજભાઈ, મકવાણા કાનજીભાઈ, બાદી ઇબ્રાહિમભાઈ મામદભાઈ, શેરશિયા યુસુફભાઈ, નાગજીભાઈ કોબીયા,વાલજીભાઈ વનાણી, મનસુખભાઇ કોબીયા, વનરાજભાઈ રઘાભાઈ ભરવાડ સહિત કોઠારીયા ગામના લોકો આપ પાર્ટીમાં જોડાયા હતા.

