મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
SHARE








મોરબીના ખાખરાળા સેજાના ટીંબડી ગામે આંગવાડીમાં ગર્ભ સંસ્કારનો કાર્યક્રમ યોજાયો
અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં ૧૬ સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એસ.સી. ભટ્ટના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત મોરબી ઘટક-૨ ના ખાખરાળા સેજાના ટીંબડી, ધરમપુર, નવી ટીંબડી સહિત ૩ ગામની આંગણવાડી નો (રામદેવપીરનું મંદિર વાડી) ટીંબડી ખાતે ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગર્ભ સંસ્કાર વિધીમાં ૧૫ સગર્ભા બહેનોએ ભાગ લીધેલ આ કાર્યક્રમમાં ગાયત્રી ચેતના કેન્દ્રના મોરબી દ્વારા ગર્ભ સંસ્કારથી થતા ફાયદા, સગર્ભામાતા, બાળક અને પરીવારને થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં ટીંબડી, ધરમપુર ગામના સરપંચ, ગ્રામપંચાયતના મંત્રી શાળાના આચાર્ય, શિક્ષકો, મોરબી ઘટક-૨ ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મુખ્ય સેવિકા અંજલીબેન વિરડા, પૂજાબેન ઝાટકિયા, આંગણવાડીના વર્કર દિવ્યાબેન ત્રિવેદી, (ટીંબડી) ઉર્મિલાબેન માકાસણા (ધરમપુર) ગાયત્રીબેન રામાનંદી (નવી ટીંબડી) તથા હેલ્પર બહેનો અને ગ્રામજનો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને સગર્ભા બહેનોને પોષણ અને આરોગ્ય બાબતે સુચનો આપેલ. આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા સગર્ભા બહેનો માટે પૌષ્ટિક કીટ (સુખડી મગ અને કેળા) નું વિતરણ કરવામાં આવેલ છે

