ટંકારના વિરવાવ ગામે યુવાનોને ભરતી માટે તાલીમ આપતા એસઆરપીના નિવૃત પીઆઇ
ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમડી ડોક્ટર મૂકવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત
SHARE









ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમડી ડોક્ટર મૂકવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત
ટંકારાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાંબા સમયથી એમડી ડોકટર ન હોવાથી દર્દીઓ હેરાન થાય છે અને દર્દીને રાજકોટ અને મોરબીના ધક્કા ખાવા પડે છે જેથી કરીને ટંકારામાં એમડી ડોક્ટરની નિમણુંક કરવામાં આવે તેવી જિલ્લા પંચાયતના સદસ્યાએ રાજયમંત્રીને રજુઆત કરી છે.
ટંકારાએ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ હોવાથી દેશભરમાંથી લોકો ત્યાં આવે છે પરંતુ હકીકત એ છે કે ટંકારામાં આજની તારીખે પૂરતી આરોગ્યની સુવિધા નથી ! દવાખાનું છે પણ તેમાં એમડી ડોકટર નથી જેથી કરીને દર્દીની હાલત દાયનીય હોય છે ટંકારા તાલુકો બન્યો તેને ઘણા વર્ષો થઈ ગયા છે જો કે, ટંકારામાં તાલુકા કક્ષાની આરોગ્ય લક્ષી સેવા મળતી નથી હાલમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ એમડી ડોક્ટર નથી માટે દર્દીને રાજકોટ કે મોરબી ખસેડવા પડે છે જેથી અહી એમડી ડોકટર મૂકવામાં આવે તેવી માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે જો કે, આજ સુધી ડોક્ટર મૂકવામાં આવેલ નથી ત્યારે મોરબી જિલ્લા પંચાયતના સદસ્યા કમળાબેન અશોકભાઈ ચાવડાએ રાજયમંત્રી બ્રિજેશ મેરજાને લેખિત રજુઆત કરીને ટંકારા તાલુકામાં એમડી ડોકટર ન હોવાથી દર્દીઓ હેરાન થતાં હોય એમડી ડોકટરની નિમણુંક કરવાની માંગ કરી છે
