ટંકારાના સામુહિક આરોગ્ય કેન્દ્રમા એમડી ડોક્ટર મૂકવા જીલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત
અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત
SHARE









અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત
મોરબી જિલ્લાની હાલ ગ્રામ પંચાયતની ચૂંટણીનાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે એક અનોખો ઇતિહાસ રચીને આજીવન સમરસ એટલે કે સ્વરાજથી આજ દિવસ સુધી ગામમાં ક્યારેય ચૂંટણી થયેલ નથી માત્ર સિલેક્શનથી સરપર ચૂંટાય છે તે આ લક્ષ્મીવાસ ગામની વિશિષ્ટ સિદ્ધિ છે.
સમસ્ત ગ્રામજનોના સહિયારા પ્રયાસથી લક્ષ્મી માતાજીની વ્યાખ્યામાં આવીને અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવનભાઈ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે અને આખી પંચાયતની બોડી બનાવેલ છે સભ્ય તરીકે વોર્ડનં.૧ હંસાબેન શાંતિલાલ સંઘાણી વોર્ડનં.૨ અનસોયાબેન નારણભાઈ અગોલા વોર્ડનં.૩ લતાબેન રમણીકભાઈ કાવર વોર્ડનં.૪ ગીતાબેન અશોકભાઈ કાવર વોર્ડનં.૫ વિજયાબેન નરભેરામભાઈ કાવર વોર્ડનં.૬ મંજુલાબેન મનસુખભાઇ સંઘાણી વોર્ડનં.૭ ચંપાબેન સુરેશભાઈ ગઢીયાની આખી સ્ત્રી બોડીની વરણી કરવામાં આવેલ છે.
આ અગાઉ પણ ૫વર્ષ પહેલાં પણ સરપંચ તરીકે લાભુબેન પ્રાણજીવન કાવર હતા ત્યારે પણ આખી બોડી મહિલા બનાવેલ હતી આજે પણ મહિલા બોડી બનાવીને એક અનોખી સિદ્ધિ હાંસલ કરેલ છે અગાઉ જ્યારે લાભુબેન પ્રાણજીવન કાવર સરપંચ હતા ત્યારે તેમને ગામમાં સારા કામો કરીને ગામને એવોર્ડ પણ મેળવેલ હતા તેમાં (૧)આદર્શ ગામનો એવોર્ડ (૨) શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ (૩) નિર્મળ ગ્રામનો એવોર્ડ મેળવેલ હતો આ એવોર્ડ જે તે વખતના રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટીલના હસ્તે ચંદીગઢ ખાતે મેળવેલ હતો હવે જ્યારે ફરીથી સરપંચ તરીકે આવતા તેઓ જણાવે છે કે ગામમાં વિકાસના અધુરા કામો તેઓ ગામની જરૂરિયાત મુજબના જે તે કામ સરકારની ગ્રાન્ટમાંથી પુરા કરાવશે તેવી તેઓએ લક્ષ્મીવાસને હૈયા ધારણ આપી છે અને ગામની જે એકતા અને અખંડિતતાને તે કાયમ માટે જાળવી રાખશે
