અનોખો રેકોર્ડ: સ્વરાજ આવ્યાથી આજ દિવસ સુધીની માળીયા(મી) તાલુકાની લક્ષ્મીવાસ સમરસ ગ્રામ પંચાયત
મોરબી નવજીવન વિધાલયની ટીમ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા
SHARE
મોરબી નવજીવન વિધાલયની ટીમ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા
ગુજરાત રાજ્ય કબડ્ડી એસો દ્વારા ૩૧ મી ગુજરાત રાજ્ય સબ જુનિયર અન્ડર ૧૬ બહેનોની રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધાનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતની ૨૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં મોરબી જીલ્લાનું નેતૃત્વ નવજીવન વિધાલયની બહેનોની ટીમે કર્યું હતું અને ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા બનીને સતત ત્રીજા વર્ષે ટીમનો દબદબો જાળવી રાખી ચેમ્પિયનશીપમાં હેટ્રિક મારી મોરબી જીલ્લાનું નામ રોશન કર્યું છે આ સિદ્ધિ બદલ સિનિયર કોચ રવિભાઈ ચૌહાણ, શાળા કેમ્પસ ડાયરેક્ટર ડી.બી. પાડલિયા અને કોચ વિજયભાઈ ચૌધરીએ ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રાષ્ટ્રીય કક્ષાની ઉત્તરાખંડમાં યોજાનાર સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી છે