ટંકારા ખાતે મોરબી-રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ
મોરબીમાં આવેલા ગૃહમંત્રીને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ધગધગતી રજૂઆતો કરે તે પહેલ જ પોલીસે અટકાયત કરી લીધી !
SHARE
મોરબીમાં આવેલા ગૃહમંત્રીને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનો ધગધગતી રજૂઆતો કરે તે પહેલ જ પોલીસે અટકાયત કરી લીધી !
મોરબીમાં એસપી કચેરી ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી આવ્યા હતા ત્યારે મોરબી જિલ્લાની કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને કોંગ્રેસનાં જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો ગૃહમંત્રીના લોક દરબારના કાર્યક્રમમાં જતાં હતા જો કે, ગૃહમંત્રી આવે તે પહેલા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોની કલેક્ટર કચેરી પાસેથી પોલીસે અટકાયત કરી લીધી હતી. ત્યારે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિતના આગેવાનોએ કોંગ્રેસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિજયભાઈ કોટડીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા અને માળીયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરિયા સહિતના કોંગ્રેસ અગ્રણીઓ ગૃહમંત્રીના લોક દરબારમાં જવા માટે આવ્યા હતા ત્યારે કલેક્ટર કચેરી પાસેથી તેઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને તેઓને ગૃહમંત્રી સુધી રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા ન હતા જો કે, પોલીસે કોંગ્રેસનાં આગેવાનોને રોક્યા હતા જેથી તેઓએ સરકાર અને સ્થાનિક પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા. અને જે રજૂઆત તેઓ ગૃહમંત્રીને કરવા માટે જવાના હતા તેની માહિતી પત્રકારોને આપી હતી.
મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે પોતાના લેટર પેડ ઉપર કરેલ રજૂઆતમાં જણાવ્યુ હતું કે, મોરબી જીલ્લામાં અગાઉ જે અધિકારી સામે ગંભીર આક્ષેપો થયા હોય તેવા અધિકારીઓને મહત્વની શાખા અને પોલીસ સ્ટેશનની જવાબદારી સોપાઈ છે અને જે અધિકારી નિર્વિવાદીત કામ કરે છે. તેમજ બાહોશ અધિકારી છે. તેઓને સાઈડલાઈન કેમ કરવામાં આવે છે?, છેલ્લા એકથી દોઢ વર્ષમાં એસ.એમ.સી.ની ટીમ દ્વારા ૧૦ થી વધુ રેડ કરવામાં આવેલ છે. જેમાં ગોડાઉન રેડ, પેટકોક, ચોરી, વિદેશી દારૂ મળી કરોડોની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને કૌભાંડોનો પર્દાફાશ કર્યો છે. જેમાં મોરબી જીલ્લા પોલીસની નિષ્ફળતા માટે માત્ર નાના અધિકારીઓને જ દંડવામાં આવે છે. પરંતુ જીલ્લાના મુખ્ય જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર એસ.પી. કે આઈ.જી. કયા કારણોસર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી.
મોરબી પોલીસ દ્વારા ગ્રામ્ય વિસ્તારોથી માંડીને હાઈવે સુધીના રોડ ઉપર કોઈ ગંભીર ઘટના બન્યા બાદ જ પોલીસ ભારે વાહનો માટે ટ્રાફીક ડ્રાઈવ યોજે છે. જે માત્ર આંકડાકીય માયાજાળ સમાન હોય, નકક્કર દૈનિક કામગીરી થવી જોઈએ તે થતી નથી., મોરબી જીલ્લામાં વ્યાજખોરોના આતંકનો તો જાણે રાફડો ફાટયો છે. લોકોને લાલચ આપી અને પોતાના ચક્રવ્યુહમાં ફસાવી ઉચા વ્યાજે પૈસા આપવા, ત્યારબાદ કડક ઉઘરાણીઓ કરી ખોટી રીતે હેરાન-પરેશાન કરી પૈસા પડાવવા, જમીનો લખાવી લેવી જેવી અનેક ઘટનાઓ સામે આવેલ છે. અમુક લોકોએ આવી કડક ઉઘરાણી અને વ્યાજખોરોની દહેસતના કારણે આત્મહત્યાઓ પણ કરેલ છે. આવા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ.
ટંકારા પાસે ધોળા દિવસે આંગળીયા લુંટ, શનાળા પાસે મોડી સાંજે વેપારીને લુંટવા, ઔદ્યોગીક વિસ્તારોમાં અવારનવાર લુંટના બનાવો બને છે. જે પોલીસના અસ્તિત્વ માટે સૌથી મોટો સવાલ છે. અને મોરબી જીલ્લામાં ટ્રાફીક ડ્રાઈવમાં પણ ટુ-વ્હીલર તથા કાર ચાલકો જે ટેક્સ ભરે છે તે જ દંડાય છે. હાઈવે ઉપર જોખમી રીતે નંબર પ્લેટ વગર દોડતા ભારે ઓવરલોડ વાહનો કેમ દેખાતા નથી..?, મોરબી જીલ્લામાં બોલાવવામાં આવતા લોક દરબારમાં દરેક રાજકીય પક્ષના આગેવાનોને બોલાવવામાં આવતા નથી. માત્ર કહયાગરા આગેવાનોને પોલીસ બોલાવીને લોક દરબારના નાટકો કરે છે અને માત્ર ફોટોસેશન કરવામાં આવે છે. જેથી અગાઉની જેમ પુનઃ લોક દરબાર જાહેરમાં યોજીને દરેક રાજકીય આગેવાનોને બોલાવવામાં આવે તેવી અમારી માંગ છે.
એકબાજુ મોરબી જીલ્લા પોલીસ લોકોને બાતમી આપવાની અપીલ કરે છે અને જો લોકો બાતમી આપે તો પોલીસ પગલા લેવાના બદલે સામે વાળા જાણે તેના મળતીયા હોય તે રીતે તેમને માહિતી લીક કરે છે. જેથી આવા અધિકારી-કર્મચારી સામે પગલા લેવા અમારી માંગ છે. અને મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસની કામગીરી સામે ઘણા ફરીયાદીઓને અસંતોષ હોય છે. જેના કારણે જીલ્લાના એસ.પી. સામે ગંભીર આક્ષેપો થાય છે અને ચકચારી કૌભાંડના ગુનાની તપાસ જીલ્લા બહારના અધિકારીઓ એટલે કે સી.આઈ.ડી. ને સોપવી પડે છે. તો સ્થાનિક પોલીસ ઉપર લોકોને ભરોસો વધે તેવા અધિકારીઓ મોરબી જીલ્લામાં મુકવા જોઈએ તેવી માંગ કોંગ્રેસે કરેલ છે.
મોરબી જીલ્લામાં જે હત્યા, લુંટ, છેડતી, મારામારી જેવા અનેક બનાવો બને છે. જેમાં મુખ્ય ભૂમિકા નશાકારક પદાર્થોની છે. આ નશાકારક પદાર્થોનું વેચાણ અસામાજીક તત્વો દ્વારા રાજકીય અને પોલીસ તંત્રની ઓથ હેઠળ કરવામાં આવે છે. ગુજરાતમાં ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વો, બુટલેગરો, લુખ્ખાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચનો કરવામાં આવી હતી ત્યારે મોરબી પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં ૧૦૦ થી વધુ દારૂના અડ્ડાઓ ઉપર રેડ કરવામાં આવેલ હતી. તો શું મોરબી પોલીસને આ બધા અડ્ડાઓની જાણકારી હતી ?, મોરબી પોલીસને બુટલેગરો સાથે મિલીભગત છે ? તેમજ હાલમાં આવા દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે જેની મોરબી પોલીસને ખબર જ નથી..? આ બધુ મોરબી પોલીસનું તંત્ર જાણતું હોવા છતાં “આંખ આડા કાન” કેમ કરવામાં આવે છે..? તેવા સવાલો કર્યા હતા.