મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ગૃહમંત્રીના લોક દરબારમાં સ્થાનિક પોલીસ સામે અરજદારોની ફરિયાદ-આક્ષેપનો ધોધ


SHARE











મોરબીમાં ગૃહમંત્રીના લોક દરબારમાં સ્થાનિક પોલીસ સામે અરજદારોની ફરિયાદ-આક્ષેપનો ધોધ

ગૃહમંત્રી હર્ષ સંઘવીનો મોરબીની એસપી કચેરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને ગૃહમંત્રી દ્વારા અઢી કલાક સુધી હાજર રહીને સાંભળવામાં આવ્યા હતા અને ત્રણ વર્ષ પહેલા મોરબીમાં જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી તે બાબતે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને ઉગ્ર રજૂઆત કરી હતી.

મોરબીમાં શોભેશ્વર રોડે આવેલ એસપી ઓફિસે આજે ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોરબીથી સરકારમાં કે ગૃહ વિભાગમાં જે અરજદારો દ્વારા અરજીઓ કરવામાં આવી હોય તેવા 52 જેટલા આર્જદારોને બોલાવવામાં આવ્યા હતા અને તેઓને વ્યક્તિગત રીતે ચેમ્બરમાં બોલાવીને ગૃહમંત્રી દ્વારા સાંભળવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક ધારાસભ્યોએ પણ ત્યાં હજાર રહ્યા હતા. અને ગૃહમંત્રી મોરબી જિલ્લાના 52 જેટલા અરજદારોને વારાફરતી બોલાવીને મોરબીની એસપી કચેરીમાં અઢી કલાક સુધી હાજર રહીને સાંભળ્યા હતા.

જે અરજદારો આવ્યા હતા તેમાં ઘણા અરજદારોના કામ થઈ ગયેલ હોવાથી તેઓએ પોલીસની કમગિરિની પ્રશંસા કરી હતી જો કે, મોરબીના રાજપર રોડે આવેલ કારખાનામાં ત્રણ વર્ષ પહેલા તા 22/7 ના રોજ જુગારની બોગસ રેડ કરવામાં આવી હતી જેની મેટર હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે અને અધિકારીને હાલમાં એલસીબી પીઆઇ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે ભોગ બનેલા યુવાનોએ ગૃહમંત્રીને આ બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેઓની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી તેવો અણીદાર સવાલ કર્યો હતો.

ઉલેખનીય છેકે, કેટલાક લોકોની સમસ્યાઓનો નિકાલ સ્થળ પર જ કરવામાં આવેલ હતો અને અમુક પ્રશ્નો રેવન્યુ સાથે જોડાયેલા હતા જેથી તેને મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય અને સાંસદને તેમાં મદદરૂપ થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબી જિલ્લા પોલીસે છેલ્લા દિવસોમાં અસામાજિક તત્વો સામે કરેલ કામગીરી તેમજ ઉદ્યોગકારોના ફસાયેલા નાણાં પાછા આવે તેના માટે જે સીટની રચના કરવામાં આવેલ છે તેની કામગીરીથી લોકોએ સંતોષ વ્યક્ત કર્યો હતો તેવી માહિતી ગૃહમંત્રી પત્રકારોને આપી હતી. અને કહ્યું હતું કે, અરજદારોને ગાંધીનગર સુધી ધક્કા ન ખાવા પડે તે માટે હું આજે મોરબી આવેલ છું.

જેપુર ગામે થયેલ ચોરીની ઘટનામાં હજુ સુધી મુદામાલ રિકવર થયો નથી

નિવૃત આર્મી મેનને જમીનની મેટરમાં 30 વર્ષે પણ ન્યાય મળ્યો નથી

મોરબીમાં જુગારની બોગસ રેડ મામલે અધિકારીની સામે કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી  






Latest News