મોરબીમાં બે લાખ લઈને પરણીને આવેલ મહિલા ત્રણ દિવસમાં ભાગી ગઈ !
SHARE
મોરબીમાં બે લાખ લઈને પરણીને આવેલ મહિલા ત્રણ દિવસમાં ભાગી ગઈ !
મોરબીના માધાપર વિસ્તારમાં રહેતા આઘેડના દીકરાના લગ્ન કરાવવા માટે થઈને તેની પાસેથી બે લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ સુંદરપુરા ગામે રહેતી મહિલાની દીકરી સાથે યુવાનના ફુલહાર વિધિ કરીને લગ્ન કરવામાં આવ્યા હતા જો કે, ત્રણ દિવસ બાદ તે મહિલા પોતાના પિયરમાં આંટો દેવા જવાનું કહીને ગઈ હતી અને ત્યારબાદ પાછી આવી ન હતી જેથી કરીને ભોગ બનેલા યુવાનના પિતાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બે મહિલાઓ સહિત કુલ મળીને ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસઘાત, ઠગાઈ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર શેરી નં-૬ માં રહેતા મહેશભાઈ નવઘણભાઈ ડાભી (52)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કનુભાઈ રહે, શિકારપુરાના પાટીયા પાસે, હરેશભાઈ, મીનાક્ષીબેન અને તેની માતા માતા પ્રવિણાબેન ઝાલા રહે બંને સુંદરપુરા તાલુકો ઉમરેઠ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, એપ્રિલ 2024 માં ફરિયાદીના દીકરા કાનજીના લગ્ન આરોપી કનુભાઈ અને હરેશભાઈએ ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લઈને પ્રવિણાબેન ઝાલાની દીકરી મીનાક્ષી સાથે ફૂલહાર વિધિથી લગ્ન કરાવ્યા હતા અને લગ્નના ત્રણ દિવસ બાદ ફરિયાદીના ઘરેથી ફરિયાદીના દીકરાની વહુ મીનાક્ષીએ પિયરમાં આટો દેવા જવાનું કહ્યું હતું અને ત્યારબાદ તે પાછી આવી ન હતી જેથી ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયા લઈને તેને રૂપિયા પાછા આપવામાં આવ્યા ન હતા અને તેની સાથે વિશ્વાસઘાત તથા ઠગાઈ કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે હાલમાં પોલીસે બે મહિલા સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.