મોરબીમાં બે લાખ લઈને પરણીને આવેલ મહિલા ત્રણ દિવસમાં ભાગી ગઈ !
કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ
SHARE
કચ્છ બાજુથી મોરબીમાં કતલખાને લઈ જવાતા 28 ઘેટાંને બચાવ્યા: બે શખ્સો સામે ગુનો નોંધાયો, એકની ધરપકડ
મોરબીના માળીયા ફાટકના બ્રિજ પાસેથી પસાર થઈ રહેલ અશોક લેલન ગાડીને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાં કુરતાપૂર્વક 28 જેટલા ઘેટાને ભરીને કતલખાને લઈ જવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે ઘેટાંને બચાવવામાં આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હાલમાં એક શખ્સની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે
મોરબી ગૌરક્ષક દળ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ ચોટીલા ગૌરક્ષક ટીમ, લીંબડી ગૌરક્ષક ટીમ, લીમડી ગૌરક્ષક ટીમ, ધાંગધ્રા ગૌરક્ષક ટીમ, રાજકોટ ગૌરક્ષક ટીમ, વિરમગામ ગૌરક્ષક ટીમને બાતમી મળી હતી કે, કચ્છ બાજુથી વાહનમાં અબોલ જીવને ભરીને મોરબીના કતલખાને લેવામાં આવી રહ્યા છે જેથી કરીને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ માળિયા ફાટક પાસે ઓવરબ્રિજ નજીક ઉમિયા પરોઠા સામેથી મળેલ બાતમી મુજબનું અશોક લેલન વાહન નંબર જીજે 12 બીએક્સ 8323 પસાર થઈ રહ્યું હતું જે વાહનને રોકીને ગૌરક્ષકોની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે વાહનમાં કુલ મળીને 28 જેટલા ઘેટાને ક્રૂરતા પૂર્વક બાંધીને ઘાસચારની કે પાણીની કોઈપણ વ્યવસ્થા રાખ્યા વગર કતલખાને લઈ જવામાં આવતા હોય તેવું જોવા મળ્યું હતું જેથી કરીને આ બનાવ સંદર્ભે મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ કૈલાશ પાર્કમાં રહેતા મહેશભાઈ ઉર્ફે મનીષભાઈ જેરામભાઈ કંઝારીયા (32)એ ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે વાહન ચાલક હુસેનશા ઇબ્રાહીમશા શેખ (42) તથા વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રહે બંને મોખાણા વાળાની સામે ગુનો નોંધ્યો છે અને હાલમાં પોલીસે વાહન ચાલકને પકડીને બીજા આરોપીને પકડવા માટેની આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે