મોરબી નવજીવન વિધાલયની ટીમ રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધામાં વિજેતા
ગુજરાત-ભારત સરકાર સિરામિક ઉદ્યોગના હિતમાં કામ કરતી હતી, કરે છે અને કરતી રહેશે: મંત્રી બ્રિજેશભાઇ મેરજા
SHARE
ગુજરાત-ભારત સરકાર સિરામિક ઉદ્યોગના હિતમાં કામ કરતી હતી, કરે છે અને કરતી રહેશે : મંત્રી બ્રિજેશભાઇ મેરજા
મોરબીના લીલાપર ગામ પાસે આવેલ ફાર્મમાં સીરામીક એસોસિએશનનું સ્નેહમિલન યોજાયું હતું જેમાં રાજયના પંચાયત વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને ત્યારે મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર સિરામિક ઉદ્યોગના હિતમાં કામ કરતી હતી, કરે છે અને કરતી રહેશે
મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ જીવરાજભાઈ ફૂલતરિયા ફાર્મ ખાતે મોરબી સીરામીક એસો.નું સ્નેહમિલન યોજાયું હતું જેમાં મોરબી સિરામિક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયાએ કહ્યું હતું કે, નેચરલ ગેસમાં અસહ્ય ભાવવધારાથી ઉધોગને મોટો માર પડ્યો છે ત્યારે જો સરકાર એલએનજી ગેસની મંજૂરી આપે તો મોરબીના સીરામીક ઉધોગને મોટી રાહત મળે તેમ છે તો અગ્રણી સીરામીક ઉદ્યોગકાર ગોવિંદભાઈ વરમોરાએ કહ્યું હતું કે, રાજકીય રક્ષણ વગર ઉધોગ ચલાવવો કપરો છે ત્યારે સીરામીકના પ્રશ્નોનો પણ યોગ્ય ઉકેલ આવે તે જરૂરી છે ત્યારે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગના હિતમાં ગુજરાત સરકાર કામ કરતી હતી, કરે છે અને આગામી સમયમાં કરતી રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે ઉધોગકારો જે કામ લઈને આવશે તેને કરવા સરકાર તત્પર છે અને આ ઉદ્યોગના વિકાસ માટે સરકાર પૂરતો સહકાર આપશે અને ચાઇનાની સિરામિક પ્રોડક્ટ ઉપર કેન્દ્ર સરકારે એન્ટિ ડ્મપિંગ ડ્યૂટી લગાવીને મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો કરાવ્યો છે તે માટે દેશના વડાપ્રધાનનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો
તો સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, સીરામીક ઉધોગ સંપ અને એકતાના લીધે વિકાસ કરી રહ્યો છે અને સીરામીક ઉધોગકારોની મહેનત અને એકતાથી આજે મોરબીનો વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે ત્યારે આ આ ઉધોગના વિકાને ધ્યાને રાખીને સરકાર દ્વારા અહી પાયા નંખાઈ ત્યાં જ વીજ જોડાણ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે તાજેતરમાં જ ચાઇનાની સિરામિક પ્રોડક્ટ ઉપર એન્ટિ ડ્મપિંગ ડ્યૂટીનો પ્રશ્ન ઉકેલવામાં આવેલ છે આગામી દિવસોમાં અન્ય દેશમાં પણ મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો થાય તે માટે સરકાર પ્રયત્ન કરશે આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા ભાજપના પ્રમુખ અરવિંદભાઇ વાંસદડિયા, ગોવિંદભાઈ વરમોરા, પરસોત્તમભાઈ વરમોરા, વેલજીભાઈ ઉઘરેજા, મુકેશભાઈ ઉઘરેજા, કે.જી. કુંડારિયા, બચુભાઈ અગોલા, ગંગારામભાઇ ધમાસણા, મોરબી સીરામીક એસો.ના પ્રમુખ મુકેશ કુંડારિયા, નિલેશ જેતપરિયા, વિનોદ ભાડજા અને કિરીટ પટેલ સહિતના આગેવાનો અને પરેશભાઈ પટેલ, જગદીશભાઇ વરમોરા, હરેશભાઈ બોપલિયા, નરેન્દ્રભાઈ સંઘાત, રમેશભાઈ મસોત સહિતના સીરામીક ઉધોગપતિઓ હાજર રહ્યા હતા.