મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિત બે વ્યક્તિ પાસા હેઠળ જેલ હવાલે આત્મનિર્ભર: મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા છ યુવતી માટે બ્યુટી પાર્લર-મેહંદી કોર્સની વ્યવસ્થા કરાઇ મોરબીના ઘૂંટુ ગામની સીમમાં કુવામાં પડી જવાથી મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા તજવીજ મોરબી પ્રેસ મીડિયા એસો.ની રચના કરાઇ વિકાસ સપ્તાહ: મોરબીમાં મણીમંદિરથી ત્રિકોણબાગ સુધી વિકાસ પદયાત્રા યોજાઈ ટંકારામાં દિવાલો વિકાસ સપ્તાહના રંગે રંગાઈ વાંકાનેરમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સફાઈ કામદાર માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો માળીયા મિયાણા તાલુકામાં ખેડૂત પાસેથી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી તાલુકા કોંગ્રેસના પ્રમુખની માંગ
Breaking news
Morbi Today

અસહ્ય માથાના દુખાવાની સારવાર માટે મોરબી લાવવામાં આવતી યુવતીનું રસ્તામાં મોત


SHARE













અસહ્ય માથાના દુખાવાની સારવાર માટે મોરબી લાવવામાં આવતી યુવતીનું રસ્તામાં મોત

હળવદ ખાતે રહેતી યુવતીને અચાનક માથામાં અસહ્ય દુખાવો થતાં તેને સારવાર માટે હળવદની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.જોકે તેની હાલત વધારે બગડતા તેણીને વધુ સારવાર માટે મોરબી લાવવામાં આવતા દરમ્યાન રસ્તામાં જ તે યુવતીનું મોત નિપજયુ હોય પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે હળવદના વસંતપાર્ક વિસ્તારમાં રહેતા પરિવારની દિયાબેન જીગ્નેશભાઈ હડિયલ નામની ૨૧ વર્ષની યુવતીને તેના ઘરે  હતી.ત્યારે અચાનક અસહ્ય માથાનો દુખાવો ઉપડ્યો હતો.જેથી કરીને તેણીને તાત્કાલિક હળવદની નારાયણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવી હતી.જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.અને બાદમાં વધુ દુખાવો થતો હોય તેને વધુ સારવાર માટે અત્રે લાવવામાં આવતી હતી.દરમ્યાનમાં રસ્તામાં તેનું મોત થયુ હતુ.જેથી તેના ડેડબોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યું હતું.હાલ એ ડિવિઝન પોલીસ મથકના એસ.કે.બાલાસરા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આ બનાવ સંદર્ભે આગળની તપાસ માટે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

નાની બરાર ગામના મનોજ દેવદાનભાઈ બકુત્રા નામના ૩૭ વર્ષના યુવાનને પગે કોઈ જનાવર કરડી જતાં તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના ગાંધીચોક નજીક રહેતા દિનેશ સંતરામ જોશી નામના ૪૦ વર્ષના યુવાનને એસપી રોડ ચોકડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે લઈ જવાયો હતો.જ્યારે કાલિકા પ્લોટ વિસ્તારમાં મેઇન રોડ ઉપર બાઈક સ્લીપ થવાના બનાવમાં હીરાબેન ખીમજીભાઈ કણજારીયા નામના ૭૦ વર્ષના વજેપર વિસ્તારમાં રહેતા મહિલાને સારવાર માટે ખસેડાયા હતા.

મારામારીમાં ઇજા

મોરબી કાલિકા પ્લોટમાં થયેલ મારામારીમાં ત્યાં રહેતા મંજુબેન મોજીરામ બાવાજી (૫૦) અને દિનેશ મોજીરામ બાવાજી (૩૦) ને સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબી મોચી શેરીમાં રહેતા કિશન રમેશભાઈ પટેલ નામના ૨૫ વર્ષના યુવાનને કોઈએ લોખંડના સળિયા વડે મારતા તેને પણ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જે અંગે પોલીસ દ્વારા નોંધ કરી આગળની તપાસ શરૂ કરાય છે.તેમજ વાવડી રોડ ઉપર રહેતા ભૂમિબેન પ્રતિકભાઇ કુબાવત નામની ૨૦ વર્ષની મહિલાને કાલિકા પ્લોટ પાસે મારામારીમાં ઇજા થતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હોવાનું પોલીસે જણાવેલ છે.અને વધુ તપાસ તપાસ કરી હતી




Latest News